અમદાવાદઃ શહેરના બાપુનગર વિસ્તારમાં ડી.એન.પટેલ પોલીટેકનીક અને મહિલા વાણિજય કોલેજની વિદ્યાર્થીનીઓ અને તાલીમાર્થીઓએ આજે બાપુનગર પોલીસના સહયોગથી સમગ્ર વિસ્તારમાં એક અનોખો અને ટ્રાફિક નિયમોની જાગૃતિને લઇ પ્રેરણારૂપ અસરકારક કાર્યક્રમ યોજયો હતો. સંખ્યાબંધ વિદ્યાર્થીનીઓ અને તાલીમાર્થીઓએ હાથમાં પ્લેકાર્ડ, બેનરો અને પોસ્ટરોમાં ટ્રાફિક નિયમોને લગતા સંદેશાઓ અને રજૂઆતને પ્રદર્શિત કરી સ્થાનિક લોકો અને શહેરભરના નાગરિકોને અનોખી રીતે સંદેશો આપવાનો પ્રયાસ કર્યો હતો.
વિદ્યાર્થીનીઓની આ રેલીમાં ખુદ બાપુનગર પોલીસ સ્ટેશનના પીઆઇ એ.એન.તાવીયાડ, એચ ડિવીઝન, ટ્રાફિકના પીઆઇ એચ.એ.શેખ, ડી.એન.પોલીટેકનીકલ કોલેજના ટ્રસ્ટી અને પ્રિન્સીપાલ દિપકભાઇ ચૌહાણ, ટ્રસ્ટી વલ્લભભાઇ સાવલીયા સહિતના મહાનુભાવો ખૂબ મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા. વિદ્યાર્થીનીઓએ ખૂબ જ હૃદયસ્પર્શી સંદેશો આપ્યો હતો કે, માનવજીવન ખૂબ જ કિંમતી અને અમૂલ્ય છે. તમારી એક સતર્કતા અને ટ્રાફિક નિયમ પાલનથી તમે પોતાની અને બીજાની પણ જીંદગી બચાવી શકો છો. તેમાં દાખવાતી લાપરવાહી અને નિષ્કાળજી ગંભીર અને માઠા પરિણામો સર્જી શકે છે. તેથી નાગરિકોએ અને સમાજે આ માનસિકતા હવે બદલવી પડશે.
ગુજરાત હાઇકોર્ટના નિર્દેશો બાદ શહેરમાં અમ્યુકો અને પોલીસ તંત્ર દ્વારા ડિમોલિશન ડ્રાઇવ અને ટ્રાફિક ઝુંબેશ ચાલી રહી છે, પરંતુ હજુ પણ નાગરિકો ટ્રાફિક નિયમન અને તેના પાલનમાં ગંભીર બેદરકારી અને ઉદાસીનતા દાખવી રહ્યા હોઇ આજે સવારે બાપુનગરની ડી.એન.પટેલ પોલીટેકનીક અને મહિલા વાણિજય કોલેજની વિદ્યાર્થીનીઓ અને તાલીમાર્થીઓએ આજે બાપુનગર ાલીસના સહયોગથી સમગ્ર વિસ્તારમાં ટ્રાફિક નિયમોના પાલન અને ટ્રાફિક નિયમન મુદ્દે એક અનોખી જાગૃતિ રેલી યોજી હતી. જેમાં ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ, સંસ્થાના તાલીમાર્થીઓ, સ્ટાફ કર્મચારીઓ, બાપુનગર પોલીસ સ્ટેશનના પીઆઇ એ.એન.તાવીયાડ, એચ ડિવીઝન, ટ્રાફિકના પીઆઇ એચ.એ.શેખ, ડી.એન. પોલીટેકનીકલ કોલેજના ટ્રસ્ટી અને પ્રિન્સીપાલ દિપકભાઇ ચૌહાણ, ટ્રસ્ટી વલ્લભભાઇ સાવલીયા, મહિલા કોલેજના પ્રિન્સીપાલ આશાબહેન રમેશભાઇ પટેલ, પ્રોફેસર દર્શનાબહેન વિરાણી સહિતના મહાનુભાવો ખાસ જોડાયા હતા. સૌ
થી નોંધનીય વાત એ હતી કે, યંગગર્લ્સ વિદ્યાર્થીઓએ વિશાળ રેલી દરમ્યાન હાથમાં પ્લેકાર્ડ, બેનરો અને પોસ્ટરો દર્શાવી શહેરના નાગરિકોને હેલ્મેટ પહેરવા, કારમાં સીટ બેલ્ટ બાંધવા, વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોન પર વાત નહી કરવા, ટ્રાફિક સિગ્નલ અને નિયમોનું પાલન કરવા સહિતના સંદેશાઓ આપ્યા હતા. એટલું જ નહી, વિદ્યાર્થીનીઓએ બાપુનગર પોલીસના સહયોગમાં રસ્તે જતા વાહનચાલકોને હેલ્મેટ પહેરવા, ચાલુ વાહને મોબાઇલ પર વાત નહી કરવા, ટ્રાફિક નિયમોનું ચુસ્તતાથી પાલન કરવા સહિતના નિયમો સમજાવ્યા હતા અને તે અંગેનો સંકલ્પ લેવડાવ્યો હતો. વિદ્યાર્થીનીઓ-તાલીમાર્થીઓના ટ્રાફિક જાગૃતિ અંગેના પ્રયાસને સ્થાનિક રહીશો સહિત શહેરીજનોએ પણ બિરદાવ્યો હતો.