અમદાવાદઃ રાંધણકળામાં પરંપરા અને સંસ્કૃતિનું પ્રતિક એવા ‘પરંપરા’ શાંતિગ્રામમાં ધ બેલ્વેડેર ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબમાં તેના ભવ્ય શુભારંભની જાહેરાત કરી છે. પરંપરા પારંપરિક ગુજરાતી વાનગીઓની બેજોડ રજૂઆત સાથે ક્યૂલિનરી લેન્ડસ્કેપને પુનઃવ્યાખ્યાયિત કરવા માટે સજ્જ છે. બેલ્વેડેર ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબના પ્રમોટર રાકેશ શાહનો ડ્રીમ પ્રોજેક્ટ ‘પરંપરા’ પ્રદેશની સ્વાદિષ્ટ ગુજરાતી વાનગીઓની વિશાળ શ્રેણી રજૂ કરે છે. વિવિધ પ્રકારના ઢોકળા અને સ્વાદિષ્ટ હાંડવાથી લઇને દાળ, પિસ્તા જલેબી અને બદામ ખીરમોહન જેવી દરેક વાનગી સાથે પરંપરા ફ્લેવર્સ, ટેક્ષચર્સ અને પરંપરાની ભવ્ય ઉજવણી કરે છે, જે પેઢી દર પેઢી આગળ વધી છે.
ધ બેલ્વેડેર ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબના જનરલ મેનેજર શ્રી જ્યોતિર્મય ગાયને કહ્યું કે, ‘પરંપરા’ એક રેસ્ટોરન્ટ કરતાં પણ ઘણું અધિક છે. તે ગુજરાતની સમૃદ્ધ રાંધણકળા પ્રત્યે આદાર વ્યક્ત કરે છે. અમે રાજ્યના વાઇબ્રન્ટ ટેસ્ટ અને ટ્રેડિશન સેલિબ્રેશન ઇમર્સિવ અનુભવો આપવા માટે ખુબ ઉત્સાહિત છીએ. ઓથેન્ટિક પ્રત્યેની પ્રતિબદ્ધતાને કારણે જ ‘પરંપરા’ યૂનિક અને અલગ લુકમાં જોવા મળે છે. ‘પરંપરા’ના કુલિનિરી આર્ટિસનમાં અનુભવી શેફનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમણે વર્ષો જૂની પરંપરાગત તકનીકોનો ઉપયોગ કરીને અને સ્થાનિક રૂપથી પ્રાપ્ત સામગ્રી ઉપયોગ કરીને એ વ્યંજનનો ઓથેન્ટિંક મૂળ જળવાઇ રહે એવી વાનગીઓ બનાવવા માટે ગુજરાતી કુલિનરીની કારીગરીમાં મહારત હાંસિલ કરી છે.
ધ બેલ્વેડેર ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબના ઓપરેશન મેનેજર શ્રી શુભમ ભારદ્વાજે કહ્યું કે, “’પરંપરા’નું પ્રત્યેક વ્યંજન ગુજરાતના વ્યંજનોના સારને સમાવવા માટે અત્યંત કાળજી સાથે તૈયાર કરવામાં આવ્યું છે અને એ અમારા માસ્ટર શેફના જૂનૂનનું એક પ્રમાણ છે. વ્યંજનનો ઓથેન્ટિક અનુભવ મહેમાનોને એક અલગ જગ્યાએ લઈ જશે.”
‘પરંપરા’નો માહોલ આધુનિક ભવ્યતા અને પારંપરિક આકર્ષણનું સુમેળભર્યું મિશ્રણ છે. ડેકોરેશન વાઇબ્રન્ટ રંગો અને લિપ્પન કળાને પ્રતિબિંબિત કરે છે, જે વ્યંજનનો આનંદ માણનાર માટરે એક હુંફવાળું અને આમંત્રિત કરનારું વાતાવરણ બનાવે છે.પછી ભલે એ પરિવાર સાથેનું કેઝ્યુઅલ ભોજન હોય કે વિશેષ ઉજવણી ‘પરંપરા’ દરેક પ્રસંગ માટે યાદગાર માહોલ ઉપલબ્ધ કરાવે છે. આ અંગે વાત કરતા ધ બેલ્વેડેર ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબના માર્કેટિંગ મેનેજર શ્રી ચંદન ભારતીએ કહ્યું કે, “તમે ભલે લાંબા સમયથી ગુજરાતી વ્યંજનના ચાહક હોવ કે પછી તેના આ સ્વાદમાં નવા હોવ પણ ‘પરંપરા’ એક અવિસ્મરણીય વ્યંજનના અનુભવનો વાયદો કરે છે અને ગુજરાતની કુલિનરી પરંપરાના વારસાને સેલિબ્રેટ પણ કરે છે,”