ટ્રેડવોર વચ્ચે કપાસના ભાવમાં ૩૨ ટકા સુધીનો થયેલો ઘટાડો

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવી દિલ્હી : અમેરિકા અને ચીન વચ્ચે જારી ટ્રેડ વોરના કારણે છેલ્લા એક વર્ષના ગાળા જ આંતરરાષ્ટ્રીય બજારમાં કપાસના ભાવમાં ૩૨ ટકાથી વધુનો ઘટાડો થયો છે. જેના પરિણામસ્વરૂપે દુનિયાભરના સૌથી મોટા કપાસ ઉત્પાદક દેશ ભારતના ખેડુતો પર તેની પ્રતિકુળ અસર થઇ શકે છે. દેશના મોટા ભાગના કપાસ ઉત્પાદક રાજયોમાં ઓછા વરસાદ અને દુકાળની સ્થિતીના કારણે ખેડુતો પહેલાથીજ પરેશાન થયેલા છે. આવી સ્થિતીમાં ખેડુતોને બેવડી માર ભાવ ઘટાડાના કારણે પડી શકે છે.

કિંમતોમાં ઘટાડો થવાના કારણે આંતરરાષ્ટ્રીય પ્રવાહના લીધે ભારતીય વાયદા બજારમાં છેલ્લા વર્ષની તુલનામાં કપાસના ભાવમાં ૧૬ ટકા સુધીનો ઘટાડો થઇ ચુક્યો છે. મલ્ટી કોમોડીટી એક્સચેંજ પર કોટનના ચાલી મહિનાના કરાર ગયા વર્ષની તુલનામાં ૫૧૦ રૂપિયા એટલે કે ૨.૪૮ ટકાના ઘટાડીની સાથે ૨૦૦૬૦ રૂપિયા પ્રતિ ગાસડી એટલે કે પ્રતિ કિલો ૧૭૦ રૂપિયા પર બંધ રહ્યા છે. ગયા વર્ષે બે ઓગષ્ટના દિવસે એમસીએક્સ પર કોટનના ભાવ ૨૩૯૯૦ રૂપિયા પ્રતિ ગાસડી રહ્યા હતા.

અમેરિકા અને ચીન વચ્ચે જારી ટ્રેજ વોરના કારણે સમીકરણ બગડી ગયા છે. કારોબારી તંગદીલીના કારણે કોટન બજારમાં માઠી અસર થઇ રહી છે. આનુ કારણ એ છે કે કપાસનો સૌથી વધારે ઉપયોગ ચીનમાં થાય છે.  સાથે સાથે અમેરિકા સૌથી મોટા નિકાસકાર દેશ તરીકે છે. બે વેપારી દેશો વચ્ચે ખેંચતાણના કારણે હાલત કફોડી બની ગઇ છે. અમેરિકા અને ચીન વચ્ચે ખેંચતાણના કારણે દુનિયાભરના કોટન બજારમાં માઠી અસર થઇ રહી છે.

ભારત દુનિયાના સૌથી મોટા કોટન ઉત્પાદક દેશ તરીકે છે. જેથી તેને નુકસાન થાય તે સ્વાભાવિક છે. વાયદા કિંમતોમાં પણ પણ ૧૬ ટકાનો ઘટાડો થઇ ચુક્યો છે અને ભાવ હજુ વધુ ઘટી શકે છે.

Share This Article