મુંબઇ– ટોટલએનર્જીસની પેટાકંપની ટોટલએનર્જીસ માર્કેટિંગ ઇન્ડિયા પ્રાયવેટ લિમીટેડ (ટીઇએમઆઇપીએલ) ઇલેક્ટ્રિક અને હાઇબ્રીડ કાર અને ઇલેક્ટ્રિક બાઇક્સ માટે નવા EV ફ્લુઇડ ભારતમાં લોન્ચ કરી રહી છે.
નવી પ્રોડક્ટ રેન્જીસ – Quartz EV Fluid કાર માટે અને Hi-Perf EV Fluid બાઇક માટે છે જેને ડ્રાઇવ ટ્રેઇન રિડ્યૂસર્સ, ઇ-મોટર્સ, ઇ-ટ્રાન્સમિશનસ અને ઇલેક્ટ્રિક અને હાઇબ્રીડ વ્હિકલ્સની રહેલી બેટરીઓ માટે વિકસાવવામાં આવી છે. આ કસ્ટમ EV ફ્લુઇડ્ઝને શોર્ટ સર્કિટ અને સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી અને કોપર કોઇલ્સ સાથે ઉત્કૃષ્ટ ક્ષમતા અને ઇલેક્ટ્રિક વ્હિકલ્સમાં વપરાતા નવા પોલીમર મટીરિયલ્સ સાથે વિસ્તરિત ઇલેક્ટ્રિકલ ગુણધર્મો સાથે ડિઝાઇન કરવામાં આવ્યા છે. વધુ તેનુ ઉત્કૃષ્ટ ઘસારા-વિરુદ્ધના ગુણધર્મો સાથે અને ગિયર્સ અને બેરીંગ્સના રક્ષણ માટે અત્યંત ઓછી સ્નિગ્ધતા સાથે ઊંચા થર્મલ રેસિસ્ટન્સ અને કાર્યક્ષમ કૂલીંગ સાથે મહત્તમ તાપમાન નિયંત્રણ સાથે ઉત્પાદન કરવામાં આવ્યુ છે.
ટોટલએનર્જીસના EV ફ્લુઇડ્ઝ વિસ્તરિત સંશોધન અને વિકાસ રોકાણ અને પ્રતિબદ્ધતાનું પરિણામ છે, જે વિશ્વભરના કાર ઉત્પાદકો સાથે ભાગીદારી કરી રહી છે અને વ્હિકલ પર્ફોમન્સમાં સુધારો કરવામાં મદદ મળે તે માટે તેમના EV ફ્લુઇડ્ઝની પર્યાવરણ પરીક્ષણ માટે ફ્રોર્મ્યુલા ઇ સ્પર્ધાનો ઉપયોગ કરે છે, તેમજ સ્વાયત્તતા બક્ષે છે અને તેના આયુષ્યમાં વધારો કરે છે.
લોન્ચ પર બોલતા ટીઇએમઆઇપીએલના લ્યુબ્રીકન્ટ્સ સાઉથ એશિયાના સીઇઓ સૈયદ શકીલુર રાહમનએ જણાવ્યું હતુ કે, “ભારત દેશભરમાં ટકાઉ અને ક્લિન મોબિલીટી પર ભાર મુકવાની સાથે EV સ્વીકાર્યતામાં વધારો કરી રહ્યુ છે. પરિણામે, ભારતીય લેક્ટ્રિક વ્હિકલ માર્કેટ હવે પછીના પાંચ વર્ષોમાં અસાધાર વૃદ્ધિ હાંસલ કરે તેવી શક્યતા છે. ભારતમાં અમારા EV ફ્લુઇડ્ઝની રેન્જીસના લોન્ચ સાથે અમે વૈશ્વિક અનુભવ અને ટેકનિકલ કુશળતા ભારતીય માર્કેટ માટે લાવી રહ્યા છીએ. સમગ્ર આયુષ્યકાળ દરમિયાન ઉન્નત સ્થિતિમાં રહે તે માટે અમારી પ્રોડક્ટ્સને તમામ પ્રકારના ઇલેક્ટ્રિક અને હાઇબ્રીડ વ્હિકલ્સની કૂલીંગ, ઇન્સ્યુલેટીંગ અને લૂબ્રીકેશનની જરૂરિયાતને પહોંચી વળાય તે રીતે વિકસાવવામાં આવી છે.”
ટોટલએનર્જીસ વૈશ્વિક કાર ઉત્પાદકોમાં વિશ્વસનીય લ્યૂબ્રીકન્ટ્સ છે અને વ્હિકલ્સ માટે ટેકનિકલ, ગ્રાહકલક્ષી ઉકેલો અને ટકાઉ કામગીરી પૂરી પાડવાનો હેતુ ધરાવે છે.