ટોપ એફએમ ચાર વર્ષથી ગુજરાતમાં આઠ અલગ-અલગ શહેરોમાં અને જમ્મુ અને કાશ્મીરના પાંચ અલગ-અલગ શહેરોમાં કાર્યરત છે. ટોપ એફએમ ગુજરાતી કલા જગતને પહેલાથી જ પ્રાધાન્ય આપતું આવ્યું છે. ગુજરાતી સંગીતને ઉચ્ચ સ્તરે લઈ જવાનીઈચ્છા ધરાવે છે., ટોપ એફએમ દ્વારા ગયા વર્ષે,માર્ચ 2022માંઆપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી અને પ્રખ્યાત વ્યક્તિત્વ ધરાવતાં શ્રી પરિમલ નથવાણીની હાજરીમાં ટોપ મ્યુઝિક એવોર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
આજે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઝડપથી આગળ વધી રહી છે, જેમાં મ્યુઝિક નો પણ ખૂબ મોટો ફાળો રહ્યો છે. ટોપ એફએમ હંમેશાથી ગુજરાતી મ્યુઝિકની પ્રશંસા કરતું આવ્યું છે અને ગુજરાતી મ્યુઝિકની આસપાસ કેન્દ્રિત અમારા નવીન કાર્યક્રમો દ્વારા આ સાર્થક થાય છે. ગત વર્ષના ટોપ મ્યુઝિક એવોર્ડ્સની ભવ્ય સફળતા પછી, ટોપ એફએમ ફરીથી “ટોપ મ્યુઝિક એવોર્ડ્સ – સીઝન 2″ની સાથે પાછું આવી રહ્યું છે.આ વર્ષે 4 માર્ચ, 2023ના રોજ “ટોપ મ્યુઝિક એવોર્ડ્સ સિઝન-2” યોજાવા જઇ રહ્યો છે.
ટોપ મ્યુઝિક એવોર્ડ સીઝન- 2માં ફિલ્મ અને ઇન્ડિપેન્ડેન્ટ એમ 2 કેટેગરીમાં પોતાનું શ્રેષ્ઠ પરફોર્મન્સ આપનારને મ્યુઝિક એવોર્ડ્સ એનાયત કરવામાં આવશે. ટોપ મ્યુઝિક એવોર્ડ્સ સીઝન- 2ની જ્યૂરીમાં સૌમિલ મુનશી (સંગીતકાર),શ્યામલ મુનશી (સંગીતકાર), સંદીપ પટેલ (ફિલ્મડાયરેક્ટર), રાજીવ ભટ્ટ (સંગીતકાર), મુકેશ માલવણકર (ગીતકાર અને લેખક) અને સચિન લિમયે (ગાયક)નો સમાવેશ થાય છે.
આ એવોર્ડ્સ વિશેની ઘોષણા આજે શ્યામલ મુનશી (સંગીતકાર), સંદીપ પટેલ (ફિલ્મડાયરેક્ટર), શ્રી નીરજ અત્રી (ટોપ એફએમ) અને પાયલ વ્યાસ (પ્રોગ્રામિંગ હેડ, ટોપ એફએમ) ની ઉપસ્થિતિમાં કરવામાં આવી.
ગુજરાતી ભાષામાં જે પણ સોન્ગ 1 જાન્યુઆરી, 2022 થી 31 ડિસેમ્બર, 2022 દરમિયાન રિલીઝ થયેલા છે તે સોન્ગ નોમિનેટ થવા માટે યોગ્ય છે. એન્ટ્રીઝ માટે 10 ફેબ્રુઆરી સુધીમાં [email protected] પર રજીસ્ટ્રેશન કરાવી શકાય છે.
નોમિનેશન કેટેગરીઝ નીચે પ્રમાણે છે:
ફિલ્મ્સ
બેસ્ટ પ્લેબેક સિંગર મેલ
બેસ્ટ પ્લેબેક સિંગર ફિમેલ
બેસ્ટ મ્યુઝિક કમ્પોઝર
બેસ્ટ આલ્બમ ઓફ થઈ યર
બેસ્ટ બેકગ્રાઉન્ડ સ્કોર
બેસ્ટ પ્રોગ્રામિંગ એન્ડ એરેંજિંગ
બેસ્ટ સોન્ગ મિક્સિંગ ઓફ ધ યર
બેસ્ટ લિરિસિસ્ટ
ઈન્ડિપેન્ડેન્ટ
મોસ્ટ પોપ્યુલર ઈન્ડિપેન્ડેન્ટ સોન્ગ ઓફ ધ યર
બેસ્ટ લિરિસિસ્ટ ઈન્ડિપેન્ડેન્ટ મ્યુઝિક
બેસ્ટ કમ્પોઝર ઈન્ડિપેન્ડેન્ટ મ્યુઝિક
બેસ્ટ એક્સપેરિમેન્ટલ મ્યુઝિક- ઈન્ડિપેન્ડેન્ટ
ક્રિટીક્સ ચોઈસ – ઈન્ડિપેન્ડેન્ટ સોન્ગ ઓફ ધ યર
બેસ્ટ ઓટીટી સોન્ગ ઓફ ધ યર
બેસ્ટ ડિવોશનલ સોન્ગ ઓફ ધ યર
બેસ્ટ ફોક મ્યુઝિક
બેસ્ટ રિક્રિએટેડ ગરબા / સોન્ગ ઓફ ધ યર
બેસ્ટ ઓરિજિનલ ગરબા / સોન્ગ ઓફ ધ યર
બેસ્ટ વિડીયો સોન્ગ ઓફ ધ યર
લાઈફટાઈમ અચિવમેન્ટ એવોર્ડ