નવીદિલ્હી : કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ લોકસભામાં કહ્યું હતું સરકાર આગામી ૩ મહિનામાં અનેક ગેરકાયદે ટોલનાકાઓ બંધ કરવા જઇ રહી છે. ગડકરીએ સંસદમાં કહ્યું કે દેશમાં ૬૦ કિ.મીથી ઓછા અંતર વચ્ચે ટોલનાકા ન હોઇ શકે. પરંતુ ઘણી જગ્યાએ આવા ટોલનાકા ચાલી રહ્યા છે. ગડકરીએ સંસદમાં બોલતા કહ્યું કે હું ગૃહને ભરોસો આપવા માંગુ છું કે એવા બધા ટોલ નાકા સરકાર આગામી ૩ મહિનામાં બંધ કરી દેશે. કારણકે આ ખોટું કામ છે અને આવા ટોલનાકા ચલાવવા ગેરકાયદેસર છે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી નિતિન ગડકરીએ કહ્યું કે અનેક વિસ્તારોમાં લોકોને આજુબાજુ કે એકદમ નજીકના વિસ્તારમાં જવું હોય તો પણ લોકોએ ટોલ ચાર્જ ચૂકવવો પડે છે. આ સમસ્યાના ઉકેલ માટે ગૃહના સુચનને સ્વીકારતા નીતિન ગડકરીએ કહ્યું કે સરકાર આધાર કાર્ડ મુજબ જે તે વિસ્તારના લોકોને પાસ આપશે. ગડકરીએ સાથે કહ્યું કે દેશમાં માર્ગ સલામતી વધારવી ખુબ જ જરૂરી છે. તેમણે કહ્યુ કે અમે સરકાર તરફથી સલામતી માટે પગલાં ભર્યા છે. હવે દેશમાં કોઇ પણ વાહન બનશે તો તેમાં ૬ એરબેગ ફરજિયાત રાખવાની રહેશે. ગડકરીએ કહ્યુ કે , અમે રોડ એન્જિનયરિંગને સુધારવા પર પણ કામ કરી રહ્યા છે. તેમણે કહ્યુ કે હાલમાં વિશ્વમાં થતા કુલ અકસ્માતમાં ૧૧ ટકા અકસ્માત ભારતમાં થાય છે, જેમાં ૧.૫૦ લાખ લોકો મોતને ભેટે છે. મોતની સંખ્યામાં ઘટાડો લાવવા માટે આપણે ભાર આપવો પડશે. ગડકરીએ લોકસભામાં કહ્યું હતું કે જાેન કેનેડીએ કહેલી એક વાત હું હમેંશા ધ્યાનમાં રાખું છું. કેનેડીએ કહ્યુ હતું કે અમેરિકા એટલા માટે સારું નથી કે તે અમીર છે, પરંતુ એટલા માટે સારું છે કે તેના રોડ સારા છે.ગડકરીએ કહ્યુ કે ભારતમાં પણ વર્ષ ૨૦૨૪ સુધીમાં રસ્તાઓ અમેરિકાની સમકક્ષ બની જશે.કેન્દ્રના રોડ ટ્રાન્સ્પોર્ટ અને હાઇવે મંત્રી નિતિન ગડકરીએ સંસદમાં મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યુ કે ૩ મહિનાની અંદર સરકાર અનેક ટોલનાકા બંધ કરવા જઇ રહી છે. જાે આ થશે તો બાય રોડ જનારા લોકોનો ટોલ ખર્ચ બચશે. ગડકરીએ સાથે માર્ગ સલામતીને લઇને પણ વાત કરી હતી અને ભારતના રસ્તાઓને અમેરિકા જેવા બનાવવા વિશે પણ કહ્યુ હતું.
મોહમ્મદ રફીની 100મી જન્મજયંતિ અંતર્ગત મ્યુઝિકલ પ્રોગ્રામ “સાઝ ઔર આવાઝ”નું આયોજન કરાયું
મોહમ્મદ રફીના અવાજ વગર હિન્દી સિને સંગીતની કલ્પના પણ કરી શકાય નહીં. તેમના શાસ્ત્રીય સંગીત પર આધારિત ગીતોની પણ અદભુત...
Read more