ભાજપનું ૪ લોકસભા બેઠકનું આજે સંમેલન

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

અમદાવાદ :  પ્રદેશ ભાજપ મીડિયા સેલની એક અખબારી યાદી જણાવે છે કે ૩ ફેબ્રુઆરી, ૨૦૧૯ રવિવારના રોજ  પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં અને મુખ્યમંત્રી વિજય રૂપાણી, સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયાની ઉપસ્થિતિમાં અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ, ગાંધીનગર તથા સાબરકાંઠા એમ, ચાર લોકસભા બેઠકનું ‘‘કલ્સ્ટર સંમેલન’’ યોજાશે.

ગાંધીનગરના સેકટર-૧૬માં આવેલ રંગમંચ ખાતે બપોરે ૩.૦૦ કલાકે કેન્દ્રિય યોજના મુજબ યોજાનારા આ ક્લસ્ટર સંમેલનમાં ચાર લોકસભા મતવિસ્તારના લોકસભા સીટના પ્રભારી, ઇન્ચાર્જ-સહઇન્ચાર્જ, મંડલ પદાધિકારી તથા મંડલસઃ પ્રદેશ સીટના પદાધિકારીઓ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડેલા ઉમેદવારો, મંડલ મોરચાના પ્રમુખ-મહામંત્રીશ્રીઓ, શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ-પ્રભારીશ્રીઓ, બોર્ડ-નિગમના પદાધિકારીઓ તથા પૂર્વ સાંસદ-ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહેશે જેને પ્રદેશ આગેવાનો આગામી લોકસભા ચૂંટણીના સંદર્ભમાં માર્ગદર્શન આપશે.

Share This Article