આજે વિશ્વ ડ્રગ દિવસ છે. ડ્રગ એ ખરાબ નશો છે અને આજના યુવાનો નશાને શોખ માનવા લાગ્યા છે. શોખ પૂરો કરવામાં યુવાપેઢી પોતાના સ્વાસ્થ સાથે ચેડા કરી રહી છે. ડ્રગથી મુક્ત થવા માટેનો સંદેશ આપવામાં આવે છે. જ્યારે પણ કોઇ ડ્રગ એડિક્ટ બની જાય છે ત્યારે તેને ડ્રગથી મુક્તી અપાવવા માટે કેટલા પ્રયત્નો કરવામાં આવે છે.
આજે ઠેર ઠેર ડ્રગ દિવસ ઉપર કાર્યક્રમ થઇ રહ્યાં છે. ત્યારે પ્રખ્યાત સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટ્ટનાયકે સેન્ડ સ્ટેચ્યુ બનાવીને સંદેશ પાઠવ્યો હતો. તે ખુબ પ્રખ્યાત સેન્ડ આર્ટિસ્ટ છે.
ઉલ્લેખનિય છે કે, ડ્રગ ઉપર બનેલી ફિલ્મ ઉડતા પંજાબે પણ આજની યુવા પેઢીની દશા બતાવી હતી. કેવી રીતે પાકિસ્તાનથી ડ્રગ્સ ભારતમાં આવે છે અને લોકો રૂપિયા કમાય છે. તે ફિલ્મમાં બતાવવામાં આવ્યુ છે કે જો કોઇ સુધારવાનો પ્રયત્ન કરે તો તેમની પણ કારપીણ હત્યા કરી દેવામાં આવે છે. ડ્રગ્સ માટે લોકો કઇ પણ કરી છૂટે છે.
આજે જ્યારે ડ્રગ દિવસ છે ત્યારે આપણે બધા શપથ લઇએ કે ડ્રગથી દૂર રહીએ અને વિશ્વને ડ્રગ્સ મુક્ત રાખીએ.