રસોઇની વાત આવે એટલે રસોડામાં કોઇ ને કોઇ તકલીફ પડે છે, આ તકલીફો ને હળવી કરવા માટે તમને રસોઇમાં મદદરૂપ થાય તેવી ટીપ્સ આપવામાં આવી છે જે નીચે મુજબ છે.
– દાળ કે શાકને તડકો લગાવતા વખતે ડુંગળી જલ્દી ફ્રાઈ થઈ જાય તે માટે તેમાં થોડી ખાંડ મિક્સ કરી નાખો. ડુંગળી જલ્દી અને સારી રીતે ફ્રાઈ થશે.
– દૂધને જે વાસણમાં ગરમ કરવું હોય તેના કોર પર માખણ લગાવી નાખો. જેથી દૂધ ઉકળીને બહાર નહી નીકળે.
-ભીંડાનું શાક બનાવતા સમયે તેમાં ચિકાસ આવી જાય છે તે માટે તેમાં થોડું લીંબૂનો રસ કે આમચૂર પાવડર મિકસ કરી દો.
– ગરમીમાં કીડીઓના કારણે પરેશાની થાય છે. તે સમયે ટ્યૂબલાઈટની પાસે ૧-૨ ડુંગળી લટકાવી રાખો.
– ભજીયા બનાવતા સમયે તેલ બહુ બળે છે તે માટે ખીરુંમાં ૧ લીંબૂનો રસ મિક્સ કરી નાખો જેનાથી તેલ ઓછું લાગશે અને ભજીયાનો પણ સ્વાદ વધશે.