વિકસિત ભારત ૨૦૪૭ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીનું સંબોધન
નવીદિલ્હી :વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા વિકસિત ભારત ૨૦૪૭ઃ વોઈસ ઓફ યુથ’ કાર્યક્રમની શરૂઆત કરી છે. વડાપ્રધાન કાર્યાલય (PMO) દ્વારા જારી કરાયેલા એક નિવેદન મુજબ આ કાર્યક્રમ દરમિયાન, મોદી દેશભરના રાજ્ય મહેલોમાં આયોજિત વર્કશોપમાં યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરો, સંસ્થાઓના વડાઓ અને ફેકલ્ટી સભ્યોને પણ સંબોધિત કરી રહ્યા છે. પીએમઓએ કહ્યું કે મોદીનું વિઝન રાષ્ટ્રીય યોજનાઓ ઘડવામાં અને દેશ માટે પ્રાથમિકતાઓ અને લક્ષ્યો નક્કી કરવામાં યુવા પેઢીને સક્રિયપણે સામેલ કરવાનું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “આ વિઝનના અનુસંધાનમાં, ‘વિકસિત ભારત જ્ર 2047 યુવાઓનો અવાજ’ પહેલ દેશના યુવાનોને વિકસિત ભારત જ્ર 2047ના વિઝનમાં વિચારોનું યોગદાન આપવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડશે”… નિવેદનમાં વધુ ઉમેરીને કહ્યું, ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવા માટે યુવાનોના અભિપ્રાય એકત્ર કરવાની પ્રક્રિયા શરૂ કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. Developed India@2047 એ ભારતને તેની સ્વતંત્રતાના ૧૦૦માં વર્ષ, ૨૦૪૭ સુધીમાં એક વિકસિત રાષ્ટ્ર બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. આ અભિગમ આર્થિક વૃદ્ધિ, સામાજિક પ્રગતિ, પર્યાવરણીય સ્થિરતા અને સુશાસન સહિત વિકાસના વિવિધ પાસાઓને આવરી લે છે. અત્યારે વિશ્વના અમુક દેશો જ વિકાસ કરી શક્યા છે. આમાં માત્ર અમેરિકા, બ્રિટન, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, જાપાન, ફ્રાન્સ, ડેનમાર્ક અને ઈઝરાયેલ જેવા દેશોની ગણતરી વિકસિત દેશોમાં થાય છે. જાે કે ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યું છે. પરંતુ વિકાસનું લક્ષ્ય તેનાથી દૂર છે.
શંકાએ લીધો 2 વર્ષમી માસૂમનો જીવ, જનેતાએ જ કરી નાખી બાળકીની હત્યા, કારણ જાણીને ચોંકી જશો
રાજકોટમાં એક કૂવામાંથી એક મહિના પહેલા બે વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો જે મામલે પોલીસે ઝીણવટપૂર્વક તપાસ કરતા હવે...
Read more