ડિજિટલ ફ્રોડ પર અંકુશ મેળવવા માટે સરકારે ૧.૪ લાખ મોબાઈલ નંબર બ્લોક કર્યા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવીદિલ્હી : ડિજિટલ ફ્રોડ પર અંકુશ મેળવવા માટે કેન્દ્ર સરકારે અત્યાર સુધીમાં ૧.૪ લાખ મોબાઈલ નંબર બ્લોક કર્યા છે. એક સત્તાવાર રીલીઝ મુજબ, આ મોબાઈલ નંબરો નાણાકીય છેતરપિંડી સાથે સંકળાયેલા હતા. નાણાકીય સેવાઓના સચિવ વિવેક જાેશીએ શુક્રવારે નાણાકીય સેવા ક્ષેત્રમાં સાયબર સુરક્ષા પર એક બેઠકની અધ્યક્ષતા કરી હતી. તેમા API (એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ) એકીકરણ દ્વારા નાગરિક નાણાકીય સાયબર, સાયબર ફ્રોડ ઇન્ફોર્મેશન એન્ડ મેનેજમેન્ટ સિસ્ટમ (CFCFRMS) પ્લેટફોર્મ પર બેંકો અને નાણાકીય સંસ્થાઓના ઓનબોર્ડિંગ સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. નિવેદન અનુસાર, CFCFRMS પ્લેટફોર્મને નેશનલ સાયબર ક્રાઈમ ઈન્ફોર્મેશન પોર્ટલ (NCRP) સાથે જાેડવામાં આવશે. આનાથી પોલીસ, બેંકો અને નાણાકીય સંસ્થાઓ વચ્ચે સારૂ સંકલન થઈ શકશે.


નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે દૂરસંચાર વિભાગે અનેક એસએમએસ મોકલતા ૩૫ લાખ પ્રાથમિક એકમોનું વિશ્લેષણ કર્યું છે. તેમાંથી ખરાબ SMS મોકલવામાં સામેલ ૧૯,૭૭૬ સંસ્થાઓને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે. આ મામલે ૫૦૦થી વધુ ધરપકડ કરવામાં આવી છે અને અંદાજે ૩.૦૮ લાખ સિમ બ્લોક કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે દેશમાં સાયબર ફ્રોડના મામલા ઝડપથી વધી રહ્યા છે, ખાસ કરીને સાયબર ગુનેગારો મોબાઈલ દ્વારા લોકોને કોલ કરીને છેતરપિંડી કરી રહ્યા છે. સાયબર ફ્રોડથી બચવા માટે હંમેશા સતર્ક અને સાવચેત રહેવાની જરૂર છે. એસએમએસ અને ઈમેલ પર આવતી કોઈપણ પ્રકારની અજાણી લિંક પર ક્યારેય ક્લિક કરશો નહીં. તમારા બેંક ખાતા સાથે જાેડાયેલી ગોપનીય માહિતી કોઈપણ અજાણ્યા વ્યક્તિને ન આપો. કોઈપણ શંકાસ્પદ કોલ્સ, મેસેજ અથવા મેઈલનો જવાબ આપશો નહીં અને તેમને તરત જ બ્લોક કરી દો.

Share This Article