નવી દિલ્હી : ૭૦માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત થઈ ગઈ છે. આજે શુક્રવાર, ૧૬ ઑગસ્ટના રોજ પુરસ્કારની જાહેરાત કરાઈ છે. જેમાં સાઉથની સ્ટાર નિત્યા મેનન અને ગુજરાતી માનસી પારેખને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો છે. ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસ (Kutch Express)ને ત્રણે નેશનલ એવોર્ડ મળ્યા છે. ગુજરાતી ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’માં માનસી પારેખ ગોહિલ લીડ રોલમાં છે. અભિનેત્રીએ આ ફિલ્મમાં ‘મોંઘી’નું પાત્ર ભજવ્યું છે. જે તેના સપનાઓ પૂર્ણ કરવા એક નવી સફર શરૂ કરે છે. તેનું માનવું છે કે, “જીવતરમાં રંગ હોય કે ના હોય, પણ લાગણીઓમાં જરૂર રંગ હોવા જાેઈએ. રામ મોરી લિખિત અને વિરલ શાહ દિગ્દર્શિત ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’માં રત્ના પાઠક શાહ, માનસી પારેખ, ધર્મેન્દ્ર ગોહિલ, દર્શિલ સફારી અને વિરફ પટેલ મુખ્ય ભૂમિકામાં છે. તેમની સાથે કૌશાંબી ભટ્ટ, કુમકુમ દાસ, હીના વર્દે, રીવા રાચ્છ, માર્ગી દેસાઇ, ભૂમિકા બારોટ, ડેનિશા ઘૂરમા, ગરિમા ભારદ્વાજ, પ્રિયંકા ચૌહાણ, અનુજ શર્મા, મોહમ્મદ અરમાન, યુરી ગુબનોવ અને હેમાંગ બારોટ પણ છે. આ ફિલ્મમાં સંગીત સચિન- જીગરનું છે. ફિલ્મને પ્રોડ્યુસ માનસી પારેખ અને પાર્થિવ ગોહિલએ કરી છે જ્યારે પ્રેઝન્ટ સૉલ સુત્રાએ કરી છે. ગયા વર્ષે જાન્યુઆરીમાં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’ જાેઈ ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીએ ફિલ્મના ખૂબ વખાણ કર્યા હતા. ફિલ્મ માટે તેમણે અભિનેત્રી માનસી પારેખ ગોહિલને પણ બિરદાવી હતી. અભિનેત્રી અને નિર્માતા માનસી પારેખે ૨૦૦૪ની સીરીયલ કિતની મસ્ત હૈ જીંદગીથી ઓળખ મેળવી હતી. તેણીએ ૨૦૨૩ની ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસમાં તેની મુખ્ય ભૂમિકા માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યો છે. ગુજરાતમાં જન્મેલી માનસી પારેખ અભિનેત્રી હોવા ઉપરાંત તે સિંગર પણ છે. તેણીએ ૨૦૦૫ માં સ્ટાર વનની ટેલિવિઝન શ્રેણી, ઇન્ડિયા કોલિંગ દ્વારા લોકપ્રિયતા મેળવી હતી. તે રિયાલિટી શો યા રોકસ્ટાર પણ જીતી ચૂકી છે. બાદમાં માનસીએ યે કૈસી લાઈફથી હિન્દીમાં પ્રવેશ કર્યો. તેણીએ કસૌટી જીંદગી કે, કાવ્યંજલિ, સાત ફેરેઃ સલોની કા સફર, સાથ નિભાના સાથિયા, સરસ્વતીચંદ્ર અને કસમ તેરે પ્યાર કી સહિતની ઘણી ટેલિવિઝન સિરિયલોમાં અભિનય કર્યો છે.
Sterling Accuris Enhances Its Diagnostics Presence by Acquiring Gujarat Pathology Laboratory and Diagnostic Centre.
Gujarat: Sterling Accuris Diagnostics, recognized as one of the fastest-growing chains of NABL-accredited pathology laboratories in India, has a prominent...
Read more