રાજ્યસભાની ગુજરાતની બેઠકો પરના ભારતીય જનતા પાર્ટીના ત્રણ ઉમેદવારો બિનહરીફ ચૂંટાયેલા જાહેર

KhabarPatri News
By KhabarPatri News 0 Min Read

ગુજરાત રાજ્યમાંથી ખાલી પડેલી રાજ્યસભાની ત્રણ બેઠકો ભરવા માટે યોજાયેલ દ્વીવાર્ષિક ચૂંટણી-૨૦૨૩ અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના ત્રણેય ઉમેદવારોને આજે બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે. જેમાં કેસરીદેવસિંહ દિગ્વિજયસિંહ ઝાલા, બાબુભાઈ જેસંગભાઈ દેસાઈ અને સુબ્રમણ્યમ જયશંકર ક્રિષ્નાસ્વામીને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હોવાનું ગુજરાત વિધાનસભા સચિવાલયના મદદનીશ નિર્વાચન અધિકારી અને નાયબ સચિવની યાદીમાં જણાવાયું છે.

Share This Article