લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં ભાજપનાં ત્રણ મોટા નેતાએ રાજીનામુ ધરી દીધુ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

જેમ જેમ લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે, તેમ તેમ ભાજપ અને કોંગ્રેસ પોતાના સોગઠા ગોઠવવામાં વ્યસ્ત બન્યા છે, પરંતુ આ બધાની વચ્ચે હવે એક મોટા સમાચાર સામ આવ્યા છે. ગુજરાતમાં છોટા ઉદેપુર જિલ્લામાં ભાજપમાં ભૂકંપ આવ્યો છે, અહીં ત્રણ નેતાઓએ અચાનક રાજીનામા ધરી દીધા છે, આ પછી ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. માહિતી પ્રમાણે, છોટા ઉદેપુર જિલ્લામાં ભાજપમાં આંતરિક ઝઘડો સામે આવ્યો છે, ક્વાંટ તાલુકા પ્રમુખે રાજીનામું આપી દીધુ છે, આ સાથે જ ૨ મહામંત્રીઓએ પણ  પોતાના પદ પરથી રાજીનામું ધરી દીધુ છે. રાજીનામું અપનારાઓમાં પ્રમુખ રાઠવા રમણસિંહભાઈ, મહામંત્રી રાઠવા જીકેશભાઈ, મહામંત્રી રાજપૂત મહેન્દ્રસિંહે છે. કવાંટ તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ અને બે મહામંત્રીઓ એકાએક રાજીનામુ આપતા પક્ષમાં ચર્ચાઓનો દોર શરૂ ગયો છે. જોકે આ રાજીનામું જિલ્લા ભાજપની સૂચના બાદ આપવામાં આવ્યુ હતુ.

Share This Article