ઇન્ટરનેશનલ વુમન ડે ની પૂર્વ સંધ્યાએ અમદાવાદ સ્થિત એક્ટિવિટી ક્લબ ઘ્વારા મહિલાઓને પ્રોત્સાહન આપવા માટે એવોર્ડ ફંક્શન અને ફેશન શો નું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલાઓના આત્મવિશ્વાસ અને ઉત્સાહમાં ઉમેરો કરવા માટે આ ફેશન શો નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફેશન શો માં ભારતના અલગ-અલગ રાજ્યોના ક્લચરની ઝાંખી બતાવવામાં આવી હતી. બધીજ મહિલાઓ ઘ્વારા ખુબજ ઉત્સાહ સાથે પર્ફોર્મ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે એક્ટિવિટી ક્લબના ફાઉન્ડર તન્વી પંડ્યાએ જણાવ્યું હતું કે ક્લબ સાથે 900 થી મહિલાઓ જોડાયેલ છે અને વર્ષ દરમિયાન મહિલાઓને માનસિક અને આર્થીક પ્રોત્સાહન મળે એવી એક્ટિવિટી કરવામાં આવે છે.વર્ષ દરમિયાન મહિલાઓના વિકાસ માટે અનેક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે.
ફેશન શો ની ઝાંખી


ફેશન શો ની ઝાંખી


