ખેડૂતો ખરીફ ઋતુના પાકોના આયોજન અને તેના માટે જરૂરી બિયારણ અને રાસાયણિક ખાતર જેવી પાયાની જરૂરીયાતોની ખરીદીમાં છેતરાય નહી તે માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતો.
- બિયારણ અને રાસાયણિક ખાતરની ખરીદી વિશ્વાસુ પરવાનેદાર (લાયસન્સ હોલ્ડર) પાસેથી સીલ બંધ પેકિંગમાજ ખરીદવાનો આગ્રહ રાખવો જોયીએ.
- બિયારણ સરકાર માન્ય તેમજ વૈજ્ઞાનિકો દ્વારા કરેલ ભલામણ મુજબના ખરીદવાનો આગ્રહ રાખવો.
- બિયારણની ખરીદીનું પાકું બીલ લેવું.
- સરકાર માન્ય ન હોય તેવું બિયારણ, પરવાનેદાર પાસેથી કે અનધિકૃત વિક્રેતાઓ પાસેથી અથવા સગાસંબંધીઓ પાસેથી ખરીદી ન કરવી.
- વીતેલ મુદ્ત વાળું બિયારણ ન ખરીદવું.
- પિયત તેમજ સુવિધાઓને ધ્યાને લઈ બિયારણની જાત પસંદ કરવી.
- ખાતરની ખરીદી સરકાર માન્ય વિક્રેતા અથવા સેવા સહકારી મંડળી અથવા એગ્રી બિજનેસ સેન્ટર પાસેથી કરવી.
અનધિકૃત ખાતર કે બિયારણનું વેચાણ થતું જણાય તો ફોન નં. ૦૨૮૧-૨૪૫૨૦૪૩ પર જાણ કરવા નાયબ ખેતી નિયામક (વિ) રાજકોટની યાદીમાં જણાવ્યું છે.