આમ આદમી પાર્ટી ગુજરાત પ્રભારી ગોપાલ ઈટાલિયાના નિવેદનને લઈને ભાજપના નેતા અનુરાગ ઠાકુરે કોંગ્રેસ અને આપ પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, ઈટલીની એક મહિલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું અપમાન કરતી હતી, હવે એક ઈટાલિયા પીએમની માતાનું અપમાન કરી રહ્યા છે. જો કે, તેમણે કોઈનું પણ નામ લીધુ નહોતું. પણ ગુજરાતમાં ચૂંટણી રેલી દરમિયાન તેમના ટાર્ગટ પર કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને ગુજરાત આપ પ્રભારી ગોપાલ ઈટાલિયા હતા.
સોનિયા ગાંધીનો જન્મ ઈટલીમાં થયો હતો, આ વાતને લઈને અનુરાગ ઠાકુરે કટાક્ષ કર્યો હતો. તેમણે એવો પણ દાવો કર્યો કે, ગુજરાતમાં ભાજપની લહેર છે અને અમે ગઈ વખતનો રેકોર્ડ તોડવા જઈ રહ્યા છીએ.
સુરેન્દ્રનગરમાં જાહેર સભાઓને સંબોધન કરી, જેમાં કોંગ્રેસ અને આપ પર આકરા કટાક્ષ કર્યા હતા. યુવા બાબતો અને ખેલ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, પહેલા એક ઈટાલિયન મહિલા પ્રધાનમંત્રી મોદીનું અપમાન કરતી હતી અને હવે ઈટાલિયા પીએમની માતાનું અપમાન કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, ગુજરાતે પહેલા પણ આ અપમાન સ્વિકાર્યું નહોતું અને હવે પણ તેને સ્વિકાર કરશે નહીં. ગુજરાત આકરો જવાબ આપશે. આપના ગુજરાત અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા છેલ્લા કેટલાક દિવસથી પોતાની ટિપ્પણીને લઈને ભાજપના ટાર્ગેટ પર છે. મોદી વિરુદ્ધ પોતાની કથિત ટિપ્પણીને લઈને રાષ્ટ્રીય મહિલા આયોગ સમક્ષ હાજર થયા બાદ ઈટાલિયાને ગુરુવારે દિલ્હી પોલીસે લગભગ ૩ કલાક સુધી પૂછપરછ કરી હતી.