આ સોળ લક્ષણો આચાર્યનાં છે જેની ઉપસ્થિતિ અકારણ આનંદ પેદા કરે એ આચાર્યની આબોહવા છે

KhabarPatri News
By KhabarPatri News 5 Min Read

જો તમને દુનિયાની કોઈ પણ ચીજ પર મોહ ન હોય તો આપ બુધ્ધ છો પણ બુદ્ધમાં પણ મોહ હોય તો આપ સંસારી છો!
બીજા દિવસની કથા વખતે બાપુએ જણાવ્યું કે  પાંચ વિભાગમાં હું વાત આપની સામે રાખવાની કોશિશ કરું.એક હોય છે શિક્ષક,એ પછી આચાર્ય, કેન્દ્રમાં ગુરુ.આપણી વૈદિક પરંપરા અને ઉપનિષદ પરંપરામાં ગુરુ શબ્દ છે,સદગુરુ શબ્દનો પ્રયોગ નથી. ચોથો પડાવ જે મધ્યકાલીન સંતો ૧૫મી અને ૧૬મી શતાબ્ધિના કાળમાં કબીરસાહેબ,તુલસીદાસ, નરસિંહ,મીરા અને તુલસી સમકાલીન છે એ કાળમાં સદગુરુ શબ્દ આવ્યો.પાંચમો પડાવ જેને પરમગુરુ કહીએ અથવા બુધ્ધપુરુષ કહીએ.આમાંથી આચાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરીએ.ઘણા શિક્ષકો આંતરિક અને બાહ્ય વિકાસ કરીને ભૌતિક તેમજ આધ્યાત્મિક જગતમાં આચાર્ય બન્યા છે. ત્યાંથી ગુરુ અને સદગુરુ સુધી પહોંચ્યા છે.ખૂબ જ ચર્ચિત નામ ઓશોનું આવે.શરૂઆતમાં આચાર્ય હતા પછી ભક્તોએ એને સદગુરુ કહ્યા ભગવાન કહ્યા અને બુદ્ધત્વની વાત પણ આવી.બીજા ભારત આઝાદ થયું ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર બાબુ એ વખતે ઉપરાષ્ટ્રપતિ પદ સર્વપલ્લી રાધાકૃષ્ણ જે એક શિક્ષક હતા અને આપણે પાંચ સપ્ટેમ્બર શિક્ષક દિન ઉજવીએ છીએ.

શિક્ષકમાંથી વિકાસ-વિકસિત થઈ અને રાષ્ટ્રપતિ બન્યા પણ એ ભૌતિક યાત્રા હતી આધ્યાત્મિક રીતે પણ ફિલોસોફર તત્વજ્ઞાની બન્યા. એક શિક્ષક તરીકે જે-જે લોકોએ યાત્રા કરી એ આગળ સદગુરુ બનવાનો સંભવ છે.વિનોબાજી પણ આચાર્યમાંથી પ્રજ્ઞાવાન સ્થિતિએ પહોંચ્યા.રમણ મહર્ષિની યાત્રા પણ એવી જ છે.અમદાવાદમાં પરમ ભાગવત પુરુષ કૃષ્ણ શંકર દાદા કહેતા કે આચાર્ય એ છે જે કોઈપણ વર્ગમાં કોઈપણ વિષય ભણાવી શકે.ઉપનિષદમાં આચાર્યના બે કાર્ય દેખાય છે: સ્વાધ્યાય અને પ્રવચન.એ પછી આચાર્યમાંથી ગુરુ પદ પર પહોંચે તો કદાચ ગ્રંથોનું સ્વાધ્યાય ન કરે પણ પોતાનો સ્વાધ્યાય કરે.બાપુએ કહ્યું કે ઘણા વર્ષો પહેલા અમારી નિમ્બાર્કી પરંપરામાં હું યજ્ઞોપવિત જનોઈ રાખતો હતો અને જ્યાં સુધી જનોઈ રાખી ત્યાં સુધી સામવેદી સંધ્યા કરતો હતો.એ સંધ્યા મને આવડતી નહીં.દાદાજીએ તો ઘણા સમય પહેલા જનોઈ છોડી દીધી.પિતાજી રાખતા હતા એક સમય આવ્યો મેં પણ ક્રમ પ્રમાણે જનોઈ છોડી દીધી. અમારો વેદ સામવેદ છે,કૃષ્ણ પરંપરાનો.
મારા મનમાં એક ભાવ હતો કે સામવેદી સંધ્યા કરું. દરેક વેદની અલગ અલગ સંધ્યા હોય છે. એ વખતે પૂનામાં એક પંડિત દેવરામ શાસ્ત્રીજી મોટા સામવેદી પંડિત હતા તેની પાસેથી સામવેદી સંધ્યા અને મંત્ર શીખ્યો.પણ હવે એક અલગ ઢંગથી હું સંધ્યા કરી લઉં છું.અને મેં એક જ યુવકને એ સંધ્યા પણ શીખવાડેલી.એ વખતે પુનાના એ પંડિતે એક સુભાષિત કહેલું જ્યાં આચાર્યના ૧૬ લક્ષણોની વાત હતી જે મેં નોંધ કરી લીધેલી છે.
૧-આગમ ભણાવે.આગમનો મતલબ શાસ્ત્ર,વેદ, પુરાણ,ભાગવત ઉપનિષદ. બધા જ સદ ગ્રંથ.વિશ્વના તમામ સદગ્રંથ ધર્મશાસ્ત્ર જ નહીં ભૂગોળ,વિજ્ઞાન બીજ ગણિત ભૂમિતિ જીવન ઉપયોગી વસ્તુ શીખવે.
૨- આપદ ધર્મ ઊભો થાય-આપાતકાલીન સ્થિતિમાંથી બહાર કાઢે,જેમ કે ભગવાન કૃષ્ણએ કરેલું.૩- કોઈપણ રીતે આનંદથી ભરી દે.જેની ઉપસ્થિતિ અકારણ આનંદ પેદા કરે એ આચાર્યની આબોહવા છે.રામચરિતમાન સ્વયં આચાર્ય છે જે આપણને આનંદથી ભરી દે છે.૪- એક એવું આશ્રય નામ પણ ના ભુલે.૫-જેની હાજરીમાં આરામનો અનુભવ થાય.૬-
કવચ અભેદ બિપ્ર ગુરુ પૂજા;
એહિ સમ કોઉં  ઉપાય ન દૂજા.
આપણું આરક્ષણ કરે સુરક્ષા પ્રદાન કરે.૭-આલોક- વર્તમાન સુધારી દે.૮-આશ્વાસન આપે અને ચિંતાથી બહાર કાઢે.૯-આદેશ આપે.૧૦-આશ્લેષ કરે,પોતાના પુત્રની જેમ ગળે લગાવે.બાપુએ કહ્યું કે હું સમજુ છું કે ગુરુ પરંપરાના આશ્લેષનો ખૂબ જ દુરુપયોગ થયો છે અને એને કારણે ધર્મને ગ્લાની પણ થઈ છે.૧૧- આકાર આપે.કોઈના પગ નીચે માટેની જેમ પીલાતા હોય અને ગુરુ આપણને કેવો આકાર આપે છે!૧૨- આદર્શ લક્ષ્ય.૧૩- આકાશ પ્રદાન કરે.૧૪-આર્તતા- જિજ્ઞાસા પેદા કરે.૧૫-આખર ટાણે ઊભો રહે.૧૬- આકંઠ પીવડાવે.
રામચરિત માનસના બાલકાંડમાં પરમ આચાર્ય છે- શંકર.બાપુએ કહ્યું કે ભગવાન બુદ્ધ કહેતા કે જો તમને દુનિયાની કોઈ પણ ચીજ પર મોહ ન હોય તો આપ બુધ્ધ છો પણ બુદ્ધમાં પણ મોહ હોય તો આપ સંસારી છો!આપણી પરંપરા જ કેવી ખોટી સ્થાપિત થઈ જેને કારણે સૌ પોતપોતાને બુદ્ધ બતાવી અને આગળ વધ્યા અને આ સંસાર મોહરુપી છે એમ કહી અને ફરી પાછા પોતાનામાં જ મોહ દેખાડ્યો! અને એની ઉપર અનેક પ્રકારના શૃંગારોથી એને ઢાંકવાની કોશિશો થઈ.અયોધ્યાકાંડમાં વશિષ્ઠ અને વાલ્મિકી,અરણ્યકાંડના આચાર્ય કુંભજ,કિષ્કીંધા કાંડનાં હનુમાનજી,સુંદરકાંડની આચાર્યા ત્રિજટા છે. લંકાકાંડના માલ્યવંત અને ઉત્તરકાંડના આચાર્ય કાગભુષંડીના ગુરુ અને કાગભુસુંડી સ્વયં છે.બાપુએ કહ્યું કે છ પાત્ર દેખાય છે જેને ગુરુ ફળ્યા છે: પાર્વતી દશરથ રામ સીતા ભરતજી વગેરે એ પછી નામ મહિમાનુ ગાન કરી આજની કથાને વિરામ અપાયો.

Share This Article