નવી દિલ્હી : કોલેજમાં પ્રવેશ મેળવી લેવા માટે વિદ્યાર્થીઓને હવે કોમન એન્ટ્રેન્સ ટેસ્ટમાંથી પસાર થવાની ફરજ પડી શકે છે. નેશનલ એજ્યુકેશન પોલીસિ (એનઇપી ૨૦૧૯)ના ડ્રાફ્ટમાં ઉચ્ચ શિક્ષણમાં સુધારા માટે શ્રેણીબદ્ધ સુચનો સરકારની પાસે આવી રહ્યા છે. આમાં કોલેજમાં પ્રવેશ માટે યુનિવર્સિટીઓની પ્રવેશ પરીક્ષાના સ્થાન પર એક સંયુક્ત પ્રવેશ પરીક્ષા લેવાની તૈયારી પણ ચાલી રહી છે. આ સંબંધમાં મળેલા સુચન પર ચર્ચા ચાલી રહી છે. આ ભલામણ કરવામાં આવ્યા બાદ તે અંગે ટુંક સમયમાં જ કોઇ નિર્ણય કરવામાં આવી શકે છે. અલગ અલગ વિષયમાં પ્રવેશ માટે આ પ્રવેશ પરીક્ષા વર્ષમાં અનેક વખત યોજવામાં આવનાર છે.
આ વ્યવસ્થા શરૂ કરવામાં આવ્યા બાદ કોલેજ તરફથી અલગ અલગ વિભાગોની તરફથી આયોજિત થનાર પ્રવેશ પરીક્ષાની પ્રક્રિયાને બંધ કરી દેવામાં આવનાર છે. છેલ્લા કેટલાક વર્ષોમાં બોર્ડ પરીક્ષામાં ૯૫ ટકા અને તેના કરતા વધારે માર્ક સામાન્ય બાબત બની રહી છે. વર્ષ ૨૦૧૮માં દિલ્હી યુનિવર્સિટીની પ્રતિષ્ઠિત કોલેજમાં પ્રવેશ માટે કટ ઓફ માર્ક ૯૬ ટકા રહ્યા હતા. નવી શિક્ષણ નીતિની સુચિત યોજના આ સમયમાં જનતાની વચ્ચે ફીડબેક તરીકે મુકવામાં આવેલી છે.
જો એનઇપીવા સુચનોને માની લેવામા આવશે તો પ્રવેશ પ્રક્રિયામાં પણ ધરખમ ફેરફારો કરવામાં આવનાર છે. એનઇપી દ્વારા જે સુચનો આપવામાં આવ્યા છે તેમાં કોમન એન્ટ્રેન્સ પરીક્ષા લેવા માટે સુચન કર્યા છે. એનઇપી કમિટીને ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની બોર્ડ પરીક્ષાના મુલ્યાંકન માટે કેટલાક સુધારા કરવામાં આવ્યા છે. નવી શિક્ષણ નીતિને લઇને તમામ વિદ્યાર્થીઓમાં પણ હાલમાં ચર્ચા ચાલી રહી છે.