અમદાવાદ : આજથી ગુજરાતની લોકસભાની ર૬ બેઠક માટેના ઉમેદવારી પત્ર સ્વીકારવાની પ્રક્રિયાનો પ્રારંભ થઇ ચૂકયો હોઈ અમદાવાદ જિલ્લા ચૂંટણીપંચ દ્વારા પણ શહેરની બે બેઠકનાં મતદાન અંગેની કવાયત આરંભાઇ છે. જિલ્લા સત્તાવાળાઓએ જે તે વિધાનસભા મત વિસ્તારના રિર્ટનિંગ ઓફિસરને ઈવીએમ અને વીવીપેટનું વિતરણ શરૂ કર્યું છે.લોકસભા ચૂંટણીને લઇ ચૂંટણી તંત્ર દ્વારા કરાયેલી વ્યવસ્થા અંગે અધિક જિલ્લા ચૂંટણી અધિકારી મિતેશ પંડયાએ જણાવ્યું હતું કે, અમદાવાદ જિલ્લાના કુલ ર૧ વિધાનસભા મત વિસ્તારના ઈવીએમ અને વીવીપેટને નાગરિક પુરવઠા વિભાગના ઘોડા કેમ્પ ખાતેનાં ગોડાઉનમાં રખાયાં છે.
આ ગોડાઉનમાંથી જે તે વિધાનસભા મત વિસ્તારના રિર્ટનિંગ ઓફિસરના સ્ટ્રોંગ રૂમમાં જરૂરિયાત મુજબના ઈવીએમ અને વીવીપેટનું વિતરણ છેલ્લા બે દિવસથી શરૂ કરાયું છે. અમદાવાદ જિલ્લાના કુલ પ૬૨૭ પોલિંગ સ્ટેશન હોઇ ૧૭ ટકા ઈવીએમ અને વીવીપેટને રિઝર્વ કેટેગરીમાં રખાયાં છે. અમદાવાદ જિલ્લામાં કુલ ર૧ વિધાનસભા મત વિસ્તાર હોઇ દસ્ક્રોઇ વિધાનસભા મત વિસ્તારમાં સૌથી વધુ ૪૦૯ પોલિંગ સ્ટેશન તો, દરિયાપુર વિધાનસભા મત વિસ્તારમાં સૌથી ઓછાં ૧૮૮ પોલિંગ સ્ટેશન છે.
દરમિયાન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આચારસંહિતાની અમલવારી જાહેર થતાં જ આજદિન સુધીમાં તેનો ભંગ કરતા જાહેરસ્થળો પરનાં ૧૪,૧૯૧ અને ખાનગી જગ્યાઓમાં ૧૩,૦૬પ મળી કુલ ર૭,રપ૭ પોસ્ટર, બેનરો દૂર કર્યાં છે. આ ઉપરાંત જિલ્લા ચૂંટણી અધિકારી ડો.વિક્રાંત પાંડેનાં માર્ગદર્શન હેઠળ આચારસંહિતા ભંગ બદલ નાગરિકો દ્વારા સી વિજિલ એપમાં કરાયેલી કુલ ૪૦ ફરિયાદ પૈકી રપ ફરિયાદનો નિયત સમયમાં જ નિકાલ કરાયો હતો.
અમદાવાદ જિલ્લાના કયાં કેટલા પોલીંગ બુથ
વિરમગામ | ૩પ૪ | બાપુનગર | ર૦પ
|
સાણંદ | ૨૯૪ | અમરાઇવાડી | રપ૩
|
ઘાટલોડિયા | ૩૭ર | દરિયાપુર | ૧૮૮
|
વેજલપુર | ૩૩૬ | જમાલપુર-ખાડિયા | ર૧૪
|
વટવા | ૩૪૩ | મણિનગર | ર૪૧ |
એલિસબ્રિજ | રરપ | દાણીલીમડા | રર૮
|
નારણપુરા | ર૪૦ | સાબરમતી | ર૩૮
|
નિકોલ | ર૩૭ | અસારવા | ર૦૭
|
નરોડા | ર૬પ | દસ્ક્રોઇ | ૪૦૯
|
ઠક્કરબાપાનગર | રર૯ | ધોળકા | ર૬૧
|
ધંધૂકા | ર૮૮ | – | – |