સેક્સને આજે પણ ટેબુ તરીકે ગણવામાં આવે છે. આજે પણ ખુબ ઓછા લોકો એવા છે જે આ વિષય પર ખુલીને વાત કરે છે. આ બાબતને પણ આજે સ્વીકાર કરવાની જરૂર છે કે કલ્ચરમાં થઇ રહેલા ફેરફારના કારણે હવે લગ્ન પહેલા સેક્સ, ઓનલાઇન ડેટિંગ સાઇટ્સ અને પોર્ન વિડિયો તેમજ બર્થ કન્ટ્રોલના તરીકેમાં થયેલા સુધારાના કારણે હવે લોકો માટે સેક્સ માણવાની બાબત પહેલા કરતા વધારે સરળ છે. આ બાબતને જાણીને હેરાનગતિ થશે કે અમારી યુવા પેઢી, જુની પેઢીની તુલનામાં ઓછા પ્રમાણમાં સેક્સ માણી રહી છે. આના માટેના કેટલાક કારણો રહેલા છે.
થોડાક મહિના પહેલા થયેલા એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે સેક્સ સાથે જાડાયેલા ટેબુમાં થઇ રહેલા ઘટાડાના કારણે તેમજ હુક અપ એટલે કે કે પાર્ટનર શોધી કાઢવા માટે વેબસાઇટ્સ , એપ્સ અને ટિંડર, પોર્ન જેવી ચીજાના કારણે પરેશાની વધી રહી છે. અમેરિકાના લોકો ખાસ કરીને ટીનેજરો અને યંગ એડલ્ટસ તેમજ સેક્સ રિસેપ્શન એટલે કે સેક્સમાં કમીનો સામનો કરી રહ્યા છે. સેક્સમાં થઇ રહેલી કમી અથવા તો સુસ્તી માટેના કેટલાક કારણો સપાટી પર આવ્યા છે. સ્માર્ટફોન અન્ય ગેજેટ્સ જેના પર ૨૪ કલાક ઓનલાઇન શો ચાલતા રહે છે. ઇન્સ્ટાગ્રામ અને અન્ય બીજી સોશિયલ સાઇટ્સ લોકોને અન્ય કરતા વધારે વ્યસ્ત રાખે છે. બેડરૂમમાં વધુ સંખ્યામાં કપલ્સ , સેક્સ કરવાના બદલે સાથે બેસીને અથવા તો પોત પોતાના ફોન પર કોઇને કોઇને આનલાઇન શો નિહાળતા રહે છે. અથવા તો સોશિયલ મિડિયા પર એક્ટિવ રહે છે.
આવી સ્થિતીમાં લોકોની ડિજિટલ લાઇફ તેમની સેક્સ લાઇફ પર ભારે પડે છે. લોકોની ડિજિટલ લાઇફ સેક્સ લાઇફને નુકસાન કરી રહી છે. આમાં કોઇ શંકા નથી કે હુક અપ એટલે કે પાર્ટનરની શોધ કરવા માટેનો પ્રવાહ વધી રહ્યો છે. પરંતુ આ હુક અપ કલ્ચરનો અર્થ દરેક વખતે વધારે સેક્સ માણવા સાથે સંબંધિત નથી. એક રિસર્ચમાં આ બાબત પણ ખુલીને સપાટી પર આવી છે કે આશરે એક તૃતિયાશ વિદ્યાર્થીઓ હુક અપ કલ્ચરનો હિસ્સો બનવા માટે ઇચ્છુક નથી. એક તૃતિયાશ કરતા થોડાક વધારે વિદ્યાર્થીઓ કેટલીક વખત હુક અપના સંબંધમાં વિચારે છે. બાકીના વિદ્યાર્થીઓ લોન્ગ ટર્મ રિલેશનશીપમાં માને છે. અલબત્ત સિંગલ રહેવાની બાબત પણ ઓછા સેક્સ માટેનુ કારણ તરીકે છે. હાલમાં કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળી રહ્યુ છે કે કમિટેડ રિલેશનમાં રહેનાર અને પાર્ટનરની સાથે રહેવાની સ્થિતીમાં પણ સેક્સમાં કમી જાવા મળી રહી છે.
ઓનલાઈન ડેટીગનો ક્રેઝ હાલમાં દિન-પ્રતિદિન વધી રહ્યો છે. સર્વેમાં સંકેત આપવામા આવ્યો છે કે મોટી સંખ્યામાં લોકો હવે બાર અને ક્લબમાં મળવાને બદલે ઓનલાઈન મળવાનું વધારે પસંદ કરે છે. ઓનલાઈન ડેટિંગની પ્રક્રિયા એક લોકપ્રિય પ્રક્રિયા છે. ત્રણ સિંગલ લોકો પૈકીનાં એકે કબૂલાત કરી છે કે તેઓ બાર, ક્લબ અથવા તો અન્ય કોઈપણ જગ્યાએ મળવાને બદલે ઈન્ટરનેટ ઉપર ભાવિ પાર્ટનરને મળવાનું વધુ પસંદ કરે છે. ૬ બ્રિટિશ લોકો પૈકી એક બાર અને પાર્ટીમાં મળવાનું પસંદ કરે છે જ્યારે ૧૨ પૈકી એક નાઈટ ક્લબમાં મળાનું પસંદ કરે છે. પાંચ બ્રિટીશ લોકો પૈકી ત્રણ ડેટિંગ કરી રહ્યા છે અથવા તો ઓનલાઈન મળ્યા બાદ તેઓ સંબંધમાં છે. ડેટિંગની બોલબાલા ઈન્ટરનેટ મારફતે વધી ગઈ છે. ઓનલાઈન ડેટિંગથી ઘણાં ફાયદા હોવાની વાત કેટલાંક લોકો કરે છે. બ્રિટનનાં જાણીતા અખબાર ડેઈલી મેલે ટાંકીને કહ્યું છે કે, દરરોજ મોટી સંખ્યામાં યુવક-યુવતીઓ ઓનલાઈન મળે છે. ઓનલાઈન મળવાનાં લાભ વધુને વધુ લોકો જાઈ રહ્યા છે.
લોકોની વિચાર શક્તિ અને લાઈફ સ્ટાઈલ બદલાઈ છે જેથી વ્યસ્ત રહેતાં લોકો હવે બાર અને પાર્ટીમાં જવાનું ટાળે છે અને ઓનલાઈન જ મળવાની વાત કરે છે. ઓનલાઈન મળ્યા પછી એકબીજાને વધુ નજીકથી ઓળખવાની તક મળે છે અને આ રીતે સંબંધ વધુ મજબૂત બને છે. ઓનલાઈન મળવાની પ્રક્રિયા થોડા વર્ષો પૂર્વે શરૂ થઈ હતી પરંતુ હાલના વર્ષોમાં ઓનલાઈન ડેટિંગ સૌથી લોકપ્રિય પ્રક્રિયા તરીકે ઉભરી આવી છે. કલ્ચરમાં ફેરફારોના કારણે સેક્સ પ્રવૃતિ યુવા પેઢીમાં ઘટી છે.