મિચૌંગ વાવાઝોડાની અસરને પગલે ગુજરાત પર આવતું અઠવાડિયું ભારે રહેશે
અમદાવાદ: છેલ્લાં કેટલાંક સમયથી જાણે ગુજરાતની દશા બેઠી હોય એવા ઘાટ ઘડાયા છે. ગુજરાતમાં સતત વાતાવરણમાં આવતો પલટો એ વિનાશની દિશા તરફ દીરો જાેઈ રહ્યો છે. એક તરફ વાવાઝોડાનું સંકટ માથે તોળાઈ રહ્યું છે. ત્યાં બીજી તરફ આગાહીકાર અંબાલાલની આગાહીએ ઘણાંને મોટો આંચકો આપ્યો છે. જ્યારે હવામાન વિભાગે પણ બદલાતા વાતાવરણ અંગેની આગાહી કરી છે. આપતા સપ્તાહે ગુજરાતમાં ફરી ઘેરાઈ શકે છે ચિંતાના વાદળો. જીહાં આ વાદળો ચિંતાના એટલાં માટે છેકે, અત્યારે શિયાળો શરૂ થઈ ગયો છે એવા માં જાે એક પણ વાદળ આકાશમાં દેખાય તો એ ખેડૂત માટે ચિંતાનો વિષય બની જાય છે. ત્યારે અહીં તો ગુજરાત પર ફરી કમોસમી વરસાદનું સંકટ તોળાઈ રહ્યું છે. આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાતે ફરી સહન કરવો પડી શકે છે માવઠાનો માર. મિચૌંગ વાવાઝોડાની અસરને પગલે ગુજરાત પર આવતું અઠવાડિયું ભારે રહેશે. આવતા અઠવાડિયે ગુજરાતમાં ફરીથી પડશે કમોસમી વરસાદ. ગુજરાતને ફરી સહન કરવો પડશે માવઠાનો માર. આગાહીકાર અંબાલાલ પટેલે ૧૩ ડિસેમ્બરથી ૧૮ ડિસેમ્બર સુધી આપી માવઠાની આગાહી. ઉલ્લેખનીય છેકે, ગતરોજ આંધ્ર પ્રદેશના દરિયાકિનારે મિચૌંગ વાવાઝોડું ત્રાટક્યુ હતું. ૧૦૦ કિલોમીટરની ઝડપે પવન સાથે વરસાદ પડતાં ઠેર ઠેર વિનાશ સર્જાયો. તમિલનાડુમાં ૮ લોકોનાં મોત નિપજ્યા છે. તો દક્ષિણની અસર ગુજરાત સુધી થઈ હતી. ત્યારે હાલ પૂરતું ગુજરાતના માથા પરથી વાદળો હટી ગયા છે. પરંતુ આ સંકટ હજી ટળ્યુ નથી. ગુજરાતમાં ફરી એકવાર ભારેથી અતિભારે વરસાદની આગાહી આવી ગઈ છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરી છે. આવતા અઠવાડિયે ગુજરાતમાં ફરીથી કમોસમી વરસાદ દસ્તક આપશે. આગાહીકાર અંબાલાલ પટેલે ૧૩ ડિસેમ્બરથી ૧૮ ડિસેમ્બર સુધી માવઠાની આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી કરી છે. તેમણે કહ્યું કે, આવતા સપ્તાહે ગુજરાતમાં ફરીથી માવઠાની આગાહી છે. ૧૩, ૧૪, ૧૫, ૧૬, ૧૭ અને ૧૮ ડિસેમ્બરે ગુજરાતમાં વરસાદ આવશે. ફરી એકવાર ૨૨ અને ૨૩ ડિસેમ્બરે ગુજરાતમાં માવઠું થશે. આ દિવસોએ ગુજરાતના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડશે. હિમવર્ષા અને માવઠાના કારણે ગાત્રો થીજવતી ઠંડી પડશે. ડિસેમ્બર મહિનામાં અનેક જગ્યાએ કમોસમી વરસાદ સંકટ બનીને આવળે, તો ૧૪, ૧૫, ૧૬ અને ૧૭ ડિસેમ્બરે ફરીથી કમોસમી વરસાદ આવશે. ગુજરાત ઉપરાંત દિલ્હી, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં માવઠું પડશે. તો જમ્મુ કાશ્મીરના કેટલાક વિસ્તારો પણ પ્રભાવિત થશે. કેટલાક વિસ્તારમાં ભારે હિમવર્ષા પણ થશે. તો બીજી તરફ, આગામી પાંચ દિવસને લઈને હવામાન વિભાગની આગાહી આવી ગઈ છે. આજથી હજી વધુ બે દિવસ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય મોચેઇંગ વાવાઝોડા ના કારણે ગુજરાતમાં બે દિવસ ઠંડીનો પારો ગાગડશે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું કે, પાંચ સાત દિવસ વાતાવરણ સૂકું રહેશે અને વરસાદની આગાહી નથી. માત્ર દાહોદ, મહીસાગર, પંચમહાલ વાદળછાયું વાતાવરણ રહેશે. અમદાવાદમાં તાપમાન ૧૭.૫ ડિગ્રી નોંધાયું છે. નલિયામાં ૧૦.૪ ડિગ્રી અત્યાર સુધીનું સૌથી ઓછું તાપમાન નોંધાયું છે. ગુજરાતભરમાં હાલ ઠંડીએ જમાવટ કરી છે. સુરતમાં ધીમેધીમે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. સુરતમાં રાત્રીનો પારો ૧ ડિગ્રી ઘટીને ૨૦, ૭ ડિગ્રી પર પહોંચ્યો છે. રાત્રિનું તાપમાન ઘટતાં ઠંડીનું જાેર વધ્યું છે. સુરતમાં આગામી પાંચ દિવસ વરસાદની શક્યતા નહીવત છે. શહેરમાં હજુ બે દિવસ આંશિક વાદળછાયુ વાતાવરણ રહેવાની શક્યતા છે. શહેરમાં આગામી પાંચ દિવસ ઠંડી યથાવત રહેવાની શક્યતા છે. રાજ્યની જનતાને રાહત આપતી હવામાન વિભાગની આગાહી સામે આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાત પરથી કમોસમી વરસાદનું સંકટ દૂર થયું છે. હવે ગુજરાતમાં વરસાદની શક્યતા નથી. મિચૌંગ વાવાઝોડાની અસર ગુજરાતમાં નહીં રહે. હવામાન વિભાગે જણાવ્યું કે, ૧૦ ડિગ્રી સાથે નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું છે. ઠંડીના પ્રમાણમાં પણ ખાસ વધારો નહીં જાેવા મળે તેમજ તાપમાનમાં એક-બે ડિગ્રીનો ફેરફાર થઇ શકે છે. આવનારા દિવસોમાં ડ્રાય અને ઠંડુ વાતાવરણ જાેવા મળશે. પવનની દિશા ઉતર પૂર્વીય રહેવાની સંભાવના છે.
ગુજરાતીઓ આગામી 8 દિવસ સાચવજો! હવામાનના મિજાજમાં આવશે મોટું પરિવર્તન, ખેડૂતો માટે ચિંતાનો વિષય
ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. પરંતુ રાજી થવાની જરૂર નથી, કેમ કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ...
Read more