મહિલા કઢંગી હાલતમાં ઉપસ્થિત થઈ વૃદ્ધને દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

વડોદરા શહેરમાં એકલવાયું જીવન ગુજારતા વૃદ્ધને ઘરકામ માટે કામવાળીની જાહેર ખબર આપવી ભારે પડી છે. કામવાળી મહિલાએ ફતેહગંજમાં વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવી રૂપિયા ૧૦ લાખની માગ કરી હતી. મહિલા પોતાના સાગરીતો સમક્ષ કઢંગી હાલતમાં ઉપસ્થિત થઈ વૃદ્ધને દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી. બાદમાં ૧૦ લાખની માંગણી કરી રૂપિયા ૫૦ હજાર પડાવી લીધા હતા.આરોપીઓ પૈસા માટે અવારનવાર ધમકી આપતા વૃદ્ધે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ પોલીસે વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવનાર શહેનાઝ નામની મહિલાની ધરપકડ કરી હતી અને બાકી ચાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

Share This Article