શહેરની લાઇફસ્ટાઇલ દિન પ્રતિદિન વધુને વધુ બિમારીવાળી બની રહી છે. આના માટેના કેટલાક કારણો રહેલા છે. શહેરી ભારતીયલાઈફ સ્ટાઈલ ખતરનાક સ્વરૂપ લઈ રહી છે. ભારતીઓ નબળા હાર્ટ ધરાવે છે. તે બાબત આંકડાકીય પુરાવા મારફતે પણ સાબિત થઈ ચુકી છે. નવા આંકડામાં જણાવવામાં આવ્યું છે કે અમેરિકા અને યુરોપ કરતા ભારતીઓમાં જોખમી પરિબળો વધારે છે. ભારતીઓ હાર્ટના રોગ માટે વધુ જોખમકારક છે. આના માટે અનેક કારણ જવાબદાર છે. ખૂબ ઓછી શારિરીક પ્રવૃતિ, હાઈફેટ ડાઈટ અને ફળ અને શાકભાજી ખાવાનું પ્રમાણ ઘટી જતા આ સ્થિતી સર્જાઈ છે. દુબઈમાં હાલમાં જ વર્લ્ડ કોંગ્રેસ ઓફ કાર્ડિઓલોજીમાં જણાવવામાં આવ્યું છે કે ૫ ભારતીઓ પૈકી ૪ બિન સક્રિય લાઈફ સ્ટાઈલ ધરાવે છે. આમાથી અડધા હાઈફેટ ડાઈટ ધરાવે છે. ઇન્ડિયન હાર્ટવોચ નામથી પ્રકાશિત કરાયેલા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં હાર્ટના રોગ માટે જોખમી પરિબળો ખૂબ જ વધારે છે.
અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે અમેરિકા અને યુરોપિયન દેશો જેવા વિકશિત વિસ્તાર કરતા ભારતમાં જોખમી પરિબળો વધુ છે. અભ્યાસ મુજબ ધુમ્રપાન, શારિરીક પ્રવૃતિમાં અભાવ, સ્થૂળતા, ડાયાબિટીસ, હાઈબ્લડ પ્રેશર અને કોલેસ્ટેરોલ જેવા બાયોલોજીકલ પરિબળો પણ રહેલા છે. અભ્યાસ દર્શાવે છે કે અમેરિકા કરતા ભારતીઓમાં જોખમી પરિબળો વધી ગયા છે. જયપુર સ્થિત કાર્ડિઓલોજીસ્ટ રાજીવ ગુપ્તાના નેતૃત્વમાં એક સંશોધન ટીમે કહ્યું છે કે શહેરી સામાજિક વિકાસની પ્રવૃતિ અસંતુલિત રહી છે. દિલ્હી, મુંબઈ જેવા મોટા શહેરોને તારણો રજૂ કરતીવેળા ઇન્ડિયન હાર્ટવોચ દ્વારા આવરી લેવામાં આવ્યા હતા. આશરે ૭૯ ટકા પુરુષો અને ૮૩ ટકા મહિલાઓ શારિરીક રીતે બિન સક્રિય છે. જ્યારે ૫૧ ટકા પુરુષો અને ૪૮ ટકા મહિલાઓ હાઈફેટ ડાઈટ ધરાવે છે. ૬૦ ટકા પુરુષો અને ૫૭ ટકા મહિલાઓ ફળ અને શાકભાજીનું ઓછું પ્રમાણ ધરાવે છે. ૧૨ ટકા પુરુષો અને ૦.૫ ટકા મહિલાઓ ધુમ્રપાન કરે છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે ૪૧ ટકા પુરુષો અને ૪૫ ટકા મહિલાઓ વધુ વજન ધરાવે છે અથવા તો સ્થૂળતાથી ગ્રસ્ત છે. હાઈબ્લડ પ્રેશનની ટકાવારી પણ ભારતીઓમાં ખૂબ ઉંચી છે.
મળેલી માહિતી મુજબ પુરુષોમાં હાઈબ્લડ પ્રેશરની ટકાવારી ૩૩ ટકા છે. જ્યારે મહિલાઓમાં આ ટકાવારી ૩૦ ટકાની આસપાસ છે. હાઈ કોલેસ્ટેરોલ પણ તમામ પુરુષો અને મહિલાઓ પૈકી એક ચતુરથાન્સમાં જોવા મળે છે. ૩૪ ટકા પુરુષો અને ૩૭ ટકા મહિલાઓ ડાયાબિટીસના સકંજામાં છે. આ અભ્યાસના તારણ ચિંતા ઉપજાવે છે. ભારતીઓમાં નબળા હાર્ટની પણ સમસ્યા છે. એક અગ્રણી અંગ્રેજી અખબારમાં આંકડાઓ પ્રકાશિત કરવામાં આવ્યા છે.