જીએસટી વસુલાતનો આંક ૯૭૨૪૭ કરોડ નોંધાયો છે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવી દિલ્હી : જીએસટી વસુલાતનો આંકડો ફેબ્રુઆરી મહિનામાં ૯૭૨૪૭ કરોડ રૂપિયા રહ્યો છે જે જાન્યુઆરી મહિનામાં ૧.૦૨ ટ્રિલિયન રૂપિયા રહ્યો હતો. નાણામંત્રાલય દ્વારા આજે આ અંગેની માહિતી આપવામાં આવી હતી. કુલ ગ્રોસ જીએસટી રેવેન્યુનો આંકડો ફેબ્રુઆરી ૨૦૧૯માં ૯૭૨૪૭ કરોડ રહ્યો છે જે પૈકી સેન્ટ્રલ જીએસટીનો આંકડો ૧૭૬૨૬ કરોડ રહ્યો છે. સ્ટેટ જીએસટીનો આંકડો ૨૪૧૯૨ કરોડનો રહ્યો છે. આઈજીએસટીનો આંકડો ૪૬૯૫૩ કરોડનો રહ્યો છે જ્યારે સેસનો આંકડો ૮૪૭૬ કરોડનો રહ્યો છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં આજે આ અંગેની માહિતી આપવામાં આવી હતી. ફેબ્રુઆરી સુધી વર્તમાન નાણાંકીય વર્ષના જીએસટી વસુલાતનો આંકડો ૧૦.૭૦ ટ્રિલિયન રૂપિયા સુધીનો રહ્યો છે.

સરકારે વર્તમાન નાણાંકીય વર્ષ માટે જીએસટી વસુલાત ટાર્ગેટ ઘટાડીને ૧૧.૪૭ ટ્રિલિયન રૂપિયા કરી દેવામાં આવ્યો છે. શરૂઆતમાં બજેટમાં આ આંકડો ૧૩.૭૧ ટ્રિલિયન રૂપિયાથી ઘટાડીને તેને ૧૧.૪૭ ટ્રિલિયન કરવામાં આવ્યો હતો. બીજી બાજુ ક્રેડિટ રેટિંગ એજન્સી મૂડીએ આજે કહ્યું હતું કે, ૨૦૧૯ અને ૨૦૨૦માં ભારતીય અર્થતંત્રમાં વૃદ્ધિદર ૭.૩ ટકા રહેશે.

મુડીએ કહ્યું છે કે, વૈશ્વિક નિર્માણ વેપારમાં વૃદ્ધિદર સુસ્ત થવાના લીધે અન્ય મુખ્ય એશિયન અર્થવ્યવસ્થા અને વિકાસશીલ અર્થવ્યવસ્થાની સરખામણીમાં ભારતની સામે અપેક્ષામાં જોખમ ઓછા છે. રેટિંગ એજન્સીનું કહેવું છે કે, આગામી બે વર્ષના ગાળા દરમિયાન ભારતના સ્થિર ગતિથી વિકાસ દર રહેશે. ભારતીય અર્થવ્યવસ્થામાં તેજી રહેશે. એજન્સીનું કહેવું છે કે, ૨૦૧૯-૨૦ના વચગાળાના બજેટમાં ખેડૂતો માટે નાણાં સીધીરીતે જમા કરવાના નિર્ણયથી જીડીપીનો વૃદ્ધિદર ૦.૪૫ ટકા સુધી વધી જશે. ઘણા પગલાથી આશા રહેશે.

Share This Article