નવી દિલ્હી: ધાર્મિક સ્થળો પર અને ચેરિટેબલ સંસ્થાઓની સાફ સફાઈ જાળવણી, સંપત્તિ અને એકાઉન્ટ સંબંધમાં સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ આદેશ જારી કરી દીધો છે. કોર્ટે જિલ્લા ન્યાયાલયોને આની સાથે સંબંધિત ફરિયાદોની ચકાસણી કરવા અને તેમના રિપોર્ટ હાઈકોર્ટને સોંપવા માટેનો આદેશ જારી કરી દીધો છે.
સુપ્રીમ કોર્ટે આને પીઆઈએલ માનવાનો ઇન્કાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટનો આ આદેશ તમામ મંદિરો, મસ્જિદો, ચર્ચ અને બીજા ધાર્મિક સ્થળો ઉપર લાગૂ થશે. જિલ્લા જજની રિપોર્ટને પીઆઈએલ તરીકે નિહાળવામાં આવશે જેના આધાર પર હાઈકોર્ટ યોગ્ય નિર્ણય લઇ શકશે. જÂસ્ટસ આદર્શ ગોયલ (હવે નિવૃત્ત થઇ ચુક્યા છે) અને જÂસ્ટસ અબ્દુલ નઝીર દ્વારા આ મુજબનો આદેશ આપવામાં આવ્યો હતો. બેંચે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે, ધાર્મિક સ્થળો ઉપર આવનાર લોકોની સમસ્યાઓને ધ્યાનમાં લઇને મેનેજમેન્ટમાં ઘટાડો, સાફ સફાઈ, સંપત્તિની જાળવણી અને દાન તથા અન્ય રકમની જાળવણી ખુબ અગત્યની છે.
આ તમામ મુદ્દા એવા છે જેના ઉપર માત્ર રાજ્ય અને કેન્દ્ર સરકારને જ વિચારણા કરવાની જરૂર નથી. કોર્ટ માટે પણ આ વિચારણા કરવા માટેનો મુદ્દો છે. કોર્ટે આ મામલામાં ગંભીર નોંધ લીધી છે. ભારતમાં વર્તમાન ધાર્મિક સ્થળોની સંખ્યાના આધાર પર આ નિર્ણય લેવામાં આવ્યો છે. દેશમાં હાલના સમયમાં ૨૦ લાખથી વધારે મંદિરો, ત્રણ લાખ મસ્જિદો અને હજારો ચર્ચ આવેલા છે. અલબત્ત આ આદેશ બાદ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, ન્યાયપાલિકા પર વધારાનું દબાણ લાવવામાં આવનાર છે. હાલના સમયમાં દેશમાં ત્રણ કરોડથી વધારે પેન્ડિંગ કેસ રહેલા છે. હાઈકોર્ટ અને જિલ્લા કોર્ટમાં મોટી સંખ્યામાં પોસ્ટ ખાલી છે. એમિકસ ક્યુરી ગોપાલ સુબ્રમણ્યમે કોર્ટમાં માહિતી આપી છે કે, માત્ર તમિળનાડુમાં જ ૭૦૦૦થી વધારે પ્રાચીન મંદિરો આવેલા છે.