ગુજરાતમાં એકાએક ગાયબ થયેલો વરસાદ ફરીથી દસ્તક આપશે. હવામાન વિભાગે ખુશીના સમાચાર આપતી આગાહી કરી છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, ગુજરાતમાં ફરી એકવાર વરસાદનુ જોર જોવા મળશે. ગુજરાતમાં ફરીથી વરસાદી માહોલ જોવા મળશે. ગુજરાતમાં ફરીથી મેઘરાજાની તોફાની બેટિંગ થશે, ફરી મેઘરાજા ગુજરાતને ધમરોળળશે. વરસાદને લઈને હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે, રાજ્યમાં ૨ થી ૩ દિવસ વરસાદની સંભાવના છે. આજે રાજ્યમાં હળવો છુટોછવાયો વરસાદ રહેશે. પરંતું આવતીકાલથી ગુજરાતમાં વરસાદની ગતિ વધશે. બે દિવસ બાદ રાજ્યભરમાં વરસાદ રહેશે. જેમાં અમદાવાદમાં પણ સામાન્ય વરસાદની આગાહી છે, તેમજ સૌરાષ્ટ્ર કચ્છમાં હડવાથી મધ્યમ વરસાદની આગાહી છે. તો રવિવારે વલસાડ, નવસારી, ડાંગ, છોટા ઉદેપુર, નર્મદામાં છુટોછવાયો અને ભારે વરસાદ રહી શકે છે. તેમણે જણાવ્યું કે, બંગાળની ખાડીમાં લો પ્રેસર સિસ્ટમ બની છે તેના કારણે ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ રહેશે. હાલ સુધી રાજ્યમાં ૨૯ ટકા વધુ વરસાદ સાથે રાજ્યમાં ૯૪ ટકા વરસાદ નોંધાયો છે. ગાંધીનગર, વલસાડ, નર્મદા અને દાહોદમાં સિઝન કરતા ઓછો વરસાદ છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે, આજે અમુક સ્થળોએ વરસાદ થઇ શકે છે. કાલથી વરસાદી ગતિવિધિ થોડી વધવાની સંભાવના છે. જ્યારે ૨૦મી ઓગસ્ટે સમગ્ર ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના છે. તો હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, રાજ્યમાં હાલ પવનની અસર જોવા મળી રહી છે. આ સાથે તેમણે કહ્યું કે, આજથી ૨૧ ઓગસ્ટ દરમિયાન રાજ્યના કેટલાક ભાગમાં વરસાદ થઈ શકે છે.