વેસ્ટમાંથી બેસ્ટ બનાવતી અરવલ્લી જિલ્લાના સબલપુરના નંદિની સખી મંડળની સફળતા

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ગુજરાતના અરવલ્લી જિલ્લાના નાનકડા ગામ સબલપુરમાં આવેલું નંદિની સખી મંડળ મહિલા સશક્તિકરણનું એક ઉજ્જવળ ઉદાહરણ બની રહ્યું છે. આ મંડળની દસ બહેનો પોતાની કલાત્મકતા અને મહેનતથી ઘરમાં પડેલા જૂના વેસ્ટ કપડાંમાંથી આકર્ષક અને રંગબેરંગી ગોદડીઓ બનાવી રહી છે. “વેસ્ટમાંથી બેસ્ટ”ના સિદ્ધાંતને અનુસરીને આ બહેનો માત્ર પર્યાવરણનું જ સંરક્ષણ સાથે આર્થિક રીતે પણ સ્વાવલંબી બની રહી છે.

આ ગોદડીઓ બનાવવાની પ્રક્રિયા ખૂબ જ સરળ પરંતુ કુશળતાપૂર્ણ છે. લોકો પોતાના ઘરમાં પડેલા જૂના કપડાંને એકત્રિત કરીને વિવિધ રંગોના ટુકડાઓમાં કાપી, તેમાંથી સુંદર ડિઝાઇનવાળી ગોદડીઓ તૈયાર કરે છે. આ ગોદડીઓમાં વપરાતી કલાકારી અને રંગોનું સંયોજન તેમને અનોખી આકર્ષણ આપે છે. બજારમાં આવી હસ્તકલાની વસ્તુઓની માંગ વધી રહી છે, જેના કારણે આ બહેનો સારી કમાણી કરી રહી છે અને પોતાના પરિવારનું જીવનસ્તર ઊંચું લાવી રહી છે.

આ સફળતા પાછળ ગુજરાત સરકારની સખી મંડળ યોજનાનો મોટો ફાળો છે. આ યોજના હેઠળ મહિલાઓને સ્વસહાય જૂથો બનાવવા, તાલીમ આપવી અને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. ગુજરાત સરકારની અનેક મહિલા કેન્દ્રિત યોજનાઓએ ગ્રામીણ વિસ્તારની મહિલાઓને આર્થિક અને સામાજિક રીતે આત્મનિર્ભર બનાવી છે. નંદિની સખી મંડળની આ બહેનો તેનું જીવંત ઉદાહરણ છે, જેમણે પોતાની કળા દ્વારા આવકનો સ્ત્રોત સાથે પર્યાવરણ સંરક્ષણમાં પણ યોગદાન આપ્યું છે.

 

 

 

 

 

Share This Article