વિદ્યાર્થિનીએ ધોરણ ૧૨ પછી વધુ અભ્યાસ કરવા અમદાવાદ ન જવુ હોવાથી જીવન ટુંકાવ્યું

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ભુજ શહેરના પ્રમુખસ્વામિનગરમાં રહેતી અને ધોરણ ૧૨માં અભ્યાસ કરતી યશ્વી ધર્મેન્દ્ર વ્યાસે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. યશ્વીને અમદાવાદ ભણવા ન જવુ હોવાથી જીવન ટુંકાવ્યું હોવાનુ પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે ૧૮ વર્ષિય યશ્વીએ બારમું ધોરણ પાસ કર્યું હતું. વધુ અભ્યાસ માટે અમદાવાદ જવાની હતી. પરિણામ બાદ પ્રવેશ માટે યશ્વી અમદાવાદ જઈ આવી હતી પરંતુ અમદાવાદથી પરત ભુજ આવ્યા બાદ એકાએક તેણીએ પોતાને ઘેર રૃમમાં ફાંસો ખાઈ લીધો હતો. આ દરમિયાન યશ્વીના માતા અને મામી ઘરે હતા પણ બીજા રૃમમાં હોઈ તેમણે સવારે યશ્વીને ઉઠાડવા દરવાજો ખોલ્યો હતો પણ ખુલ્યો નહોતો. જેમ તેમ કરી રૃમ ખોલતા અંદર યશ્વી ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળી હતી. યશ્વીના પિતાનું બે વર્ષે કેન્સરની બિમારીથી મૃત્યુ થયુ હતુ. આ બનાવ અંગે ભુજ એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

Share This Article