અમારા દેશમાં ટેકનિકલ શિક્ષણને લઇને કેટલાક પ્રશ્નો ઉપસ્થિત થઇ રહ્યા છે. તેની ગુણવત્તા પણ શંકાના ઘેરામાં દેખાઇ રહી છે. કેટલીક ખાસ ટેકનિકલ સંસ્થાઓને છોડી દેવામાં આવે તો બાકીની સંસ્થાઓની હાલત ખુબ ખરાબ થયેલી છે. એવી ટેકનિકલ સંસ્થાઓની હાલત ખુબ ખરાબ છે જેમાં સામાન્ય લોકોના બાળકો શિક્ષણ હાંસલ કરવા માટે પહોંચી રહ્યા છે. સંસ્થાઓના નામ પર છેતરપિંડી કરવા માટે દુકાનો ઉભી થવાના સમાચાર વારંવાર આવતા રહે છે. એકબાજુ યંત્ર ટેકનોલોજીએ આને વૈપારિક ઉચાઇ આપી છે તો બીજી બાજુ આ વ્યવસ્થા જટિલ પણ બની ગઇ છે. ટેકનિકલ શિક્ષણ પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાત દેખાઇ રહી છે.
દેશની મોટી વસ્તીને ધ્યાનમાં લેવામાં આવે તો મોટા પાયે ખાનગી સંસ્થાઓની જરૂરિયાતને પણ નકારી શકાય તેમ નથી. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં જે અનુભવ રહ્યા છે તે દર્શાવે છે કે શિક્ષણના ખાનગીકરણની જે સ્પર્ધા છેડાઇ ગઇ છે તેના કારણે હાલત કફોડી બની છે. શિક્ષણના ખાનગીકરણની સ્પર્ધાના કારણે સૌથી વધારે નુકસાન સામાન્ય વ્યક્તિ ને જ થઇ રહ્યુ છે. નિયંત્રણની કમજોરી રહેવા માટેના કેટલાક કારણો છે. ખાનગીકરણના કારણે શિક્ષણને કારોબાર બનાવી દેવાની દિશામાં ધકેલી દેતા સમસ્યા સર્જાઇ ગઇ છે. જેથી શિક્ષણમાં કારોબારી ભ્રષ્ટાચારની સ્થિતી જોવા મળી રહી છે. સંસ્થાઓની ગુણવત્તા પર નિયંત્રકો હમેંશા આંખો બંધ રાખે છે. આવી સ્થિતીમાં ટેકનિકલ શિક્ષણમાંથી બહાર નિકળનાર યુવાનો પાસે કોઇ પણ પ્રકારની કુશળતા હોતી નથી.
દેશમાં બેરોજગારીને લઇને તમામ લોકો ચર્ચા કરી રહ્યા છે. જો કે આ સમસ્યા એટલી જટિલ છે કે આ સમસ્યા કોઇ નવી નથી. યોગ્ય કુશળતાના અભાવમાં કંપનીઓ પણ તમામ યુવાનોને નોકરી આપવા માટે તૈયાર નથી. કારણ કે કંપનીઓ તેમની જરૂરિયાત મુજબ જ કુશળ લોકોને તક આપે છે. આવી સ્થિતીમાં શિક્ષિત બેરોજગારોની સંખ્યા સતત વધી રહી છે. બેરોજગારીને દુર કરવાના મોટા મોટા દાવા કરવામાં આવી રહ્યા હોવા છતાં સમસ્યા અકબંધ છે. સૌથી પહેલી પ્રાથમિકતા ટેકનિકલ સંસ્થાઓમાં જરૂરિયાત મુજબ શિક્ષણ આપવાની રહેલી છે. હાલના સમયમાં માત્ર ભારતમાં જ નહીં બલ્કે અમેરિકા સહિતના તમામ દેશોમાં બેરોજગારીને લઇને જટિલ સમસ્યા સર્જાઇ ગઇ છે. મોદી સરકાર વહેલી તકે રસ્તો કાઢે તે પણ જરૂરી છે.