ગુજરાતના ૨૨૦ તાલુકાઓમાં માવઠાની આફત ત્રાટકી
૩થી ૪ લાખ હેક્ટરમાં ઉભા પાકને નુકસાનનો અંદાજ
ગાંધીનગર : ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો પાક બરબાદ થઇ ગયો છે. ગુજરાતના 220 તાલુકાઓમાં માવઠાની આફત ત્રાટકી છે. રાજ્યના લાખો ખેડૂતોને મોટો ફટકો પડ્યો છે, ત્યારે હવે સરકારે ખેડૂતોને આ મહાઆફતમાંથી બહાર કાઢવાની કોશિશ તેજ કરી છે. સરકાર જલ્દી જ ખેડૂતોને સહાય આપશે. જેના માટે સરકારે સર્વેની કામગીરીની શરૂઆત કરી દીધી છે. સરકારનું અનુમાન છે કે કપાસ, તુવેર અને એરંડામાં નુકસાનની સૌથી વધુ શક્યતાઓ છે. ૩થી ૪ લાખ હેક્ટરમાં ઉભા પાકને નુકસાનનો અંદાજ છે. રવિ સિઝનનો પાક પ્રારંભિક અવસ્થામાં હોવાથી નુકસાની શક્યતા નહીંવત છે. ૩૩ ટકાથી વધુ નુકસાન થયું હશે, તે નિયમોનુસાર સહાયને લાયક બનશે. ૮૬ લાખ હેક્ટરમાં વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર થયું છે. જેમાં ૭ લાખ હેક્ટરમાં દિવેલા પાકનું વાવેતર છે. ૨ લાખ હેક્ટરમાં તુવેરના પાકનું વાવેતર છે. ૨૦થી ૨૫ લાખ હેક્ટરમાં પાકને અસર પહોંચી છે. ૩થી ૪ લાખ હેક્ટરમાં ઉભા પાકને અસરનો અંદાજ છે. રવિ સિઝનમાં ૪૫ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. ૧૫થી ૧૬ લાખ હેક્ટરમાં વાવેતર ઉગતી અવસ્થામાં છે. વાવેતર પ્રારંભિક અવસ્થામાં હોવાથી નુકસાન શક્યતા નહીંવત છે.
ડોલાન્ડ ટ્રમ્પે વિશ્વના તમામ દેશો પર ફોડ્યો ટેરિફ બોમ્બ, ભારત પર 26 ટકા ટેરિફની જાહેરાત
વોશિંગ્ટન : ફરીવાર અમેરિકાના પ્રમુખ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઘણા મોટા ર્નિણય લેવામાં આવ્યા છે જેમાંથી એક સૌથી મોટો...
Read more