વિવિધતામાં એકતાના વિચારના સમારોહને ઉજવવા માટે સંસ્કૃતિ મંત્રાલય ૧૪ જાન્યુઆરીથી કર્ણાટકમાં એક ભારત શ્રેષ્ઠ ભારતના અંતર્ગત રાષ્ટ્રીય સંસ્કૃતિ મહોત્સવની સાતમી આવૃત્તિનું આયોજન કરી રહ્યું છે. કેન્દ્રીય રસાયન અને ખાતર તથા સંસદીય બાબતોની મંત્રી અનંત કુમાર તથા કેન્દ્રીય સંસ્કૃતિ રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) તથા પર્યાવરણ મંત્રી ડો. મહેશ શર્મા આ મહોત્સવનું ઉદ્ઘાયન ૧૪ જાન્યુઆરીની સાંજે ૭:૩૦ કલાકે બેંગલૂરૂ ખાતે કરશે.
એક ભારત શ્રેષ્ઠ ભારત કાર્યક્રમ ઓક્ટોબર ૨૦૧૬માં વિવિધ રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોના લોકોની વચ્ચે સંપર્કને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રી દ્વારા આરંભ કરવામાં આવ્યો હતો. જેથી વિવિધ સંસ્કૃતિઓના લોકોની વચ્ચે પરસ્પર સમજ અને સંબંધોને વધારી શકે અને તેના માધ્યમથી ભારતની મજૂબત એક્તા અને અખંડતા સુનિશ્ચિત કરી શકાય.
આ મહોત્સવમાં શાસ્ત્રીયથી લઇને કળાઓ સુધી કળાના વિવિધ રૂપો, સંગીત તથા નૃત્ય, થિયેટરથી લઇને સાહિત્ય અને દ્રશ્ય કલાઓની પ્રચુરતાને પ્રદર્શીત કરવામાં આવશે. આ ઉપરાંત વિવિધ રાજ્યોની પાકકળા સંસ્કૃતિના ફૂડ ફેસ્ટિવલના માધ્યમથી રજૂ કરવામાં આવશે.