અમદાવાદ સ્થિત ભંડારી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ઇન્ડસ યુનિવર્સીટીનો સાતમો દીક્ષાંત સમારોહ ૨૦ ઓક્ટોબર ,૨૦૨૨ના રોજ યોજાયો હતો.આ પ્રસંગે મુખ્ય અતિથી તરીકે ઇન્ડીયન કાઉન્સીલ ફોર હિસ્ટોરિકલ રીસર્ચ (આઇસીએચઆર)ના મેમ્બર સેક્રેટરી શ્રી ઉમેશ અશોક કદમ ઉપસ્થિત રહ્યા અને દીક્ષાંત પ્રવચન આપ્યું હતું.
આ સાતમા દીક્ષાંત સમારોહમાં ઇન્ડસ યુનિવર્સીટી સંલગ્ન વિવિધ સંસ્થાઓના અંડર-ગ્રેજ્યુએટસ પ્રોગ્રામ્સના ના ૭૦૫ , પોસ્ટ- ગ્રેજ્યુએટસ પ્રોગ્રામ્સના ૨૧૨ વિદ્યાર્થીઓને ડીગ્રી એનાયત કરવામાં આવી હતી .ઉપરાંત બે વિદ્યાર્થીઓને ડોક્ટરેટની ડિગ્રી પણ એનાયત કરવામાં આવી હતી. તદુપરાંત વિવિધ વિદ્યાશાખા ના કુલ ૧૮ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ્સ તથા ૬ વિદ્યાર્થીઓને વિશિષ્ઠ એવોર્ડસ પણ એનાયત કરવામાં આવ્યા હતા.સાથે સાથે પ્રસિદ્ધ લેખક , ચિંતક તથા ઇન્ફીનિટી ફાઉન્ડેશનના સ્થાપક શ્રી રાજીવ મલ્હોત્રાને હોનરેરી પી.એચ.ડી. ડીગ્રી પણ એનાયત કરવામાં આવી હતી.
આ દીક્ષાંત સમારોહમાં ઇન્ડસ યુનિવર્સીટીના પ્રેસિડેન્ટ સેક્રેટરીએટ ડો.નાગેશ ભંડારી તથા શ્રીમતી ડો. રીતુ ભંડારી , બોર્ડ ઓફ મેનેજમેન્ટ, બોર્ડ ઓફ ગવર્નર્સના સભ્યો સહીત વિવિધ ક્ષેત્રના અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.
ઇન્ડસ યુનિવર્સીટીની યુ-ટ્યુબ ચેનલ પરથી આ ભવ્ય સમારોહનું લાઇવ પ્રસારણ કરવામાં આવ્યુ હતું.