સાહિત્યિક અનુવાદ, સર્જનાત્મક લેખન અને પ્રકાશન અભ્યાસક્રમના તેના બીજા બેચની ગ્રેજ્યુએશન સેરેમનીની ઉજવણીમાં, જેસીબી લિટરેચર ફાઉન્ડેશન (JCBLF) અને અમદાવાદ યુનિવર્સિટીએ, યુવાઓ દ્વારા પ્રકાશનની દુનિયામાં પ્રવેશવાની સાથે જોડાણો, નેટવર્કિંગ અને પ્રેરણાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી વિશેષ એલ્યૂમિનિ મીટનું આયોજન કર્યું હતું. આ દીક્ષાંત સમારોહમાં સાહિત્યિક અનુવાદકો અને પ્રકાશકોના વિવિધ જૂથ સાથે એક અધભુત પેનલ ચર્ચા કરવામાં આવી હતી, જેમાં દરેકે પોતાની અનન્ય કુશળતા દર્શાવી હતી.
પ્રતિષ્ઠિત સાંસ્કૃતિક સિદ્ધાંતવાદી અને અનુવાદક, જેમણે અભ્યાસક્રમના મોડ્યુલને ડિઝાઇન કરવામાં પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી, એટલે કે પ્રોફેસર તેજસ્વિની નિરંજના દ્વારા સંચાલિત, પેનલના સભ્યોમાં અભ્યાસક્રમના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે- દિવ્યા કાલાવાલા, અનુવાદક અને શિક્ષણશાસ્ત્રી, રિનીતા બેનર્જી, સંપાદક, અને ડિજિટલ આર્કાઇવિસ્ટ તરીકેની તેમની કુશળતા માટે પ્રખ્યાત જોશુઆ રેડ્ડી. તેમની સાથે-સાથે, કન્ટેન્ટ રાઇટિંગ અને અનુવાદમાં તેમની કુશળતા માટે પ્રખ્યાત શ્રીવિદ્યા વેંકટસેન, કુશળ લેખક અને અનુવાદક શેરવિન રોડ્રિગ્ઝ અને ફ્રીલાન્સ લેખક અને અનુવાદક ભૂમિકા અગ્રવાલ પણ હાજર હતા. સમર્પિત અનુવાદક કૃતિકા નૌતિયાલની સાથે તમિલ સાહિત્યનું અનુવાદ કરવાનો શોખ ધરાવતા ટેલિકોમ એન્જિનિયર વિજયસાગર સમૃદ્ધ સંવાદમાં ઉપસ્થિત રહ્યા હતા.
જેસીબી લિટરેચર ફાઉન્ડેશનના ડિરેક્ટર મનીષ તાયલ, જેરી પિન્ટો, લેખક, અનુવાદક અને કવિ; અને વીકે કાર્તિકા, પ્રકાશક, વેસ્ટલેન્ડ બુક્સ દ્વારા ભાષણ સાથે, વર્તમાન બેચના દીક્ષાંત સમારોહ પછી રાઉન્ડ-ટેબલનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગ વિશે વાત કરતાં, જેસીબી લિટરેચર ફાઉન્ડેશનના ડિરેક્ટર મનીષ તયાલે કહ્યું- “આજનો દિવસ માત્ર વર્તમાન ગ્રેજ્યુએટ બેચ માટે જ નહીં, પરંતુ જેસીબી લિટરેચર ફાઉન્ડેશનમાં અમારા માટે પણ એક સફળતાનો ક્ષણ છે. આ તે દિવસ છે જ્યારે 26 તેજસ્વી અનુવાદકો, લેખકો અને સંભવિત પ્રકાશકો પ્રકાશન ક્ષેત્રમાં પ્રવેશવા જઈ રહ્યા છે. દરેક બેચ સાથે, ભારતમાંથી આવતી અંગ્રેજી અને અનુવાદમાં વધુને વધુ પુસ્તકોની શક્યતા અનેકગણી વધી જાય છે અને તે અમને આશાવાદી બનાવે છે.”
અમદાવાદ યુનિવર્સિટીના એસોસિયેટ પ્રોફેસર પલ્લવી નારાયણે જણાવ્યું હતું કે, “અનુવાદ અને સર્જનાત્મક લેખનમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા એ ભારતીય સાહિત્યિક ક્ષેત્રમાં એક અનન્ય કાર્યક્રમ છે. અનુવાદ, લેખન અને પ્રકાશનને સૈદ્ધાંતિક અને વ્યવહારિક રીતે જોડીને, તેનો ઉપયોગ તેના મહત્વપૂર્ણ ભાગ તરીકે કરીને, આ કોર્સમાં ઓનલાઈન મોડમાં પૂરક કૌશલ્યો માટે વ્યાપક અને પડકારજનક કોર્સ સહીત અમદાવાદ યુનિવર્સિટી કેમ્પસમાં ઓફલાઈન મોડમાં વર્કશોપ અને સ્ટુડિયોનું આયોજન કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ સમગ્ર દેશમાંથી, વિવિધ પૃષ્ઠભૂમિ ધરાવે છે અને નવા બેચ માટે, અમે મર્યાદિત સંખ્યામાં આંતરરાષ્ટ્રીય અરજદારો માટે પણ આ કોર્સ ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ. ડિપ્લોમા કોર્સ ખાસ કામ કરતા પ્રોફેશનલ્સ માટે યોગ્ય છે, જેમાં અઠવાડિયામાં બે વાર ઓનલાઈન કલાસનું આયોજન કરવામાં આવે છે–એક સોમથી શુક્રવાર વચ્ચે સાંજે અને બીજો, શનિ-રવીમાં સવારે-અને વિદ્યાર્થીઓને અધભુત સૈદ્ધાંતિક આધાર સાથે ઘણા રસપ્રદ લેખન અને અનુવાદના અભ્યાસ આપવામાં આવે છે. ઇન્સ્ટ્રકટરની મુખ્ય ટીમ ઉપરાંત, ગેસ્ટ ફેકલ્ટીમાં દેશના અને વિશ્વના શ્રેષ્ઠ અને તેજસ્વી પુરસ્કાર વિજેતા લેખકો, અનુવાદકો અને પ્રકાશકોનો સમાવેશ થાય છે અને તેના પરિણામે, અમારા વિદ્યાર્થીઓ પુસ્તકોનું અનુવાદ કરી રહ્યા છે, ઈનામો માટે નોમિનેટ થઈ રહ્યા છે અને તેમને ફેલોશિપ એવોર્ડ આપવામાં આવી રહ્યા છે અને સૌથી અગત્યનું, તેઓ એક સાહિત્યિક સમુદાયનું નિર્માણ કરી રહ્યા છે જે માત્ર તેમને જ નહીં પરંતુ સામાન્ય રીતે સાહિત્યિક ક્ષેત્રને લાભદાયી થશે.”
આ કાર્યક્રમ પછી એમડી પલ્લવી, એક બહુપક્ષીય કલાકાર અને બિન્ધુમાલિની, ગાયક અને સંગીતકારને દર્શાવતું, એક મ્યુઝિકેલ ડાયલોગ અને એક સાંસ્કૃતિક કાર્યક્રમ ‘ધ થ્રેશોલ્ડ’ નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંસ્કૃતિ અને યુગની સ્ત્રીઓની વાર્તાઓ દર્શાવવામાં આવી હતી. કાર્યક્રમની અંતે લલ્લા, લિંગમ્મા, નીલમ્મા અને વધુના ગીતો સાથે, હાયપટિયા, એગ્નોડિસ, ખારબાઉચા અને ફેની મેન્ડેલસોહન જેવી હસ્તીઓની પ્રશંસા કરતા, પલ્લવી અને બિન્ધુએ એક મનમોહક કથા કહી હતી.
જેસીબી લિટરેચર ફાઉન્ડેશન દ્વારા સમર્થિત, આ પ્રોગ્રામ સાહિત્યિક અનુવાદ, સર્જનાત્મક લેખન અને પ્રકાશનમાં કુશળતાનું સંયોજન પૂરું પાડે છે. તે વિદ્યાર્થીઓને સાહિત્યિક અનુવાદક, સર્જનાત્મક લેખકો અને પ્રકાશકો તરીકે કૌશલ્ય પ્રાપ્ત કરવામાં મદદ કરવા માટે ઑનલાઇન અભ્યાસક્રમો, ઑફલાઇન વર્કશોપ્સ અને હેન્ડ-ઓન સ્ટુડિયોના સંયોજન તરીકે બનાવવામાં આવેલ છે. અનુવાદકો અને લેખકોની પ્રેક્ટિસ કરવાની કૌશલ્ય વધારવાના ઉદ્દેશ્યથી, આ કાર્યક્રમ તેમને પ્રકાશન, જાહેરાત અને સંપાદકીય ક્ષેત્રોમાં ભૂમિકાઓ માટે વધુ સારી રીતે સજ્જ કરવા માટે આ ક્ષેત્રમાં માર્ગદર્શન પણ પ્રદાન કરે છે. સહભાગીઓ સાંસ્કૃતિક અને સાહિત્યિક ઈતિહાસની પદ્ધતિઓનો શીખે છે અને આમ, તેમના વ્યાવસાયિક વિકાસને સમૃદ્ધ બનાવે છે.