આ ગામના સરપંચને દિલ્હી ખાતે રાષ્ટ્રીય તાલીમ કાર્યક્રમમાં ભાવનગર જિલ્લાના ડેલીગેશન તરીકે આમંત્રણ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ઘોઘા તાલુકાના સ્માર્ટ વિલેજ વાવડી ગામના સરપંચ મહેન્દ્રસિંહ પી ગોહિલ તથા તલાટી કમ મંત્રી  શૈલેષભાઈ ડી સોલંકી દિલ્હી ખાતે રાષ્ટ્રીય તાલીમ કાર્યક્રમમાં ભાવનગર જિલ્લાના ડેલીગેશન તરીકે આમંત્રણ

ભાવનગર જિલ્લાના પાંચ ગામ તથા તેમના એલ ઓ તરીકે તલાટી કમ મંત્રી શૈલેશભાઈ ડી સોલંકી દિલ્હી ખાતે યોજાનાર રાષ્ટ્રીય સ્તરની ત્રણ દિવસની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ની તાલીમ કાર્યક્રમમાં હાજરી આપવા માટે આમંત્રણ પ્રાપ્ત કર્યું છે આ કાર્યક્રમ પંચાયતી રાજ વ્યવસ્થાને વધુ મજબૂત અને ગ્રામીણ વિકાસને વધુ સારી રીતે વેગ મળે તે માટે ખાસ આયોજિત કરવામાં આવ્યો છે. સમગ્ર ગુજરાતમાંથી પસંદ કરાયેલા સરપંચો માંથી વાવડી ગામના સરપંચ તથા તલાટી કમ મંત્રી માટે આ એક મોટી ગૌરવની વાત છે. આ તાલીમથી વાવડી ગામના વિકાસ કાર્યોમાં વધુ અસરકારક અને લોકજાગૃતિ મળે તે રીતે અમલમાં મૂકવા માટે જરૂરી માર્ગદર્શન અને અનુભવ મળશે. વાવડી ગામ માટે આ એક ગૌરવપૂર્ણ સિદ્ધિ ગણી શકાય કારણ કે તેમના બે પ્રતિનિધિ રાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ કરવાનો અવસર પ્રાપ્ત થયો છે.

Share This Article