અમદાવાદના દરિયાપુર લાખોટા પોળમાં છત ધરાશાયી થઈ હોવાનું સામે આવ્યું છે. મકાનના બીજા માળનું ધાબું ધરાશાયી થવાથી નીચે પાર્કિંગ કરેલા વાહનો પર પડ્યો હતો. કાટમાળ નીચે પડતા ૪ વાહનોને નુક્શાન થયુ છે. મળતી માહિતી અનુસાર સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. તો બીજી અન્ય એક ઘટનામાં આણંદના પેટલાદમાં મકાન ધરાશાયી થતા અફરાતફરી મચી ગઇ હતી. ઘટના ચોકસી બજારમાં બની હતી કે જ્યાં સ્વામીનારાયણ મંદિર સામે આવેલું મકાન એકાએક ધરાશાયી ગયું હતુ. મહત્વની વાત એ છે કે, આ પહેલા મકાનનો નાનો ભાગ પડતા જ મકાનમાં રહેતો પરિવાર બહાર નીકળી ગયો હતો. અને ત્યારબાદ મકાન ધરાશાયી થયું હતુ. જેથી મોટી જાનહાની ટળી હતી.