કૃષિ પેદાશોની ખરીદી પેટે બાકી રકમ ટૂંકમાં ચુકવાશે

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

અમદાવાદઃ કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ સંજય પ્રસાદે જણાવ્યું છે કે, ખેડૂતો પાસેથી રાજ્ય સરકારે વિવિધ ખેતપેદાશો ટેકાના ભાવે ખરીદી કરી છે, તે પેટે વેચાણની રકમ માટે રાજ્ય સરકારે ૪૫૩ કરોડ મંજૂર કર્યા છે. જે આગામી બે-ત્રણ દિવસમાં ખેડૂતોને ચૂકવી દેવાશે.

સંજય પ્રસાદે ઉમેર્યુ કે, ખેડૂતો પાસેથી ચણા, રાયડા, તુવેર સહિતની જે ખરીદી થઇ રહી છે તેની ચૂકવણી કેન્દ્ર સરકાર દ્વારા નાફેડને કરવામાં આવે છે, પરંતુ કેટલાક કારણોસર ચૂકવણીમાં મોડુ થઇ રહ્યું છે ત્યારે રાજ્યના ખેડૂતોને સમયસર પૈસા મળી રહે તે માટે ૪૫૩ કરોડનું ચૂકવણું રાજ્ય સરકારના ફંડમાંથી કરવવાનો મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કિસાનોના હિતમાં નિર્ણય કર્યો છે.

તેમણે ઉમેર્યુ કે, કેન્દ્ર સરકાર દ્વારા આ ખરીદી માટે નાણા જ્યારે મળશે ત્યારે રાજ્ય સરકારને આ નાણા સરભર કરવામાં આવશે, તેમ તેમણે ઉમેર્યુ હતું.

Share This Article