ઇનફર્ટિલિટિની સમસ્યા આજે સમગ્ર દુનિયામાં જોવા મળે છે પરંતુ અમારા દેશમાં બદલાઇ રહેલી લાઇફ્ સ્ટાઇલના કારણે આ સમસ્યા વધારે ગંભીર બની રહી છે. અમારા દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ફર્ટિલિટી સેન્ટરોની સંખ્યા ૧૦ ગણી વધી ગઇ છે. શોધથી એવુ જાણવા મળ્યુ છે કે ભારતમાં ૨.૮ કરોડ દંપત્તિ ઇનફર્ટિલિટીનો શિકાર બની ગયા છે. ઇનફર્ટિલિટી સમસ્યા માત્ર ભારતમાં શહેરી વિસ્તારોમાં રહેતા લોકોની સમસ્યા નથી બલ્કે ગ્રામીણ વિસ્તારોમાં પણ આ સમસ્યા ઉભરી આવી છે. આ સમસ્યા માત્ર મહિલાઓ સુધી પણ મર્યાિદત રહી નથી. આના મુખ્ય કારણ તરફ ધ્યાન આપવામાં આવે તો મોટી વયમાં લગ્ન, ટેન્શન ભરેલી લાઇફ સ્ટાઇલ, થાઇરોઇડ જેવી સમસ્યા પણ છે.
આધુનિક સમયમાં પરિવાર કરતા લોકો કેરિયરને વધારે મહત્વ આપી રહ્યા છે જેથી પણ આ સમસ્યા ગંભીર બની રહી છે. ઇનફર્ટિલિટીની સમસ્યાનો ઉકેલ લાવી શકાય છે. જાણકાર નિષ્ણાંતો કહે છે કે ઇનફર્ટિલિટી માત્ર મહિલાઓની સમસ્યા નથી. જરૂર એ બાબતની છે કે મહિલા અને પુરૂષ બંનને આ સમસ્યાને ગંભીરતાથી હાથ ધરવાની જરૂર હોય છે. ટેકનોલોજી આજના સમયમાં એટલી વધારે વિકસિત થઇ ચુકી છે કે તમે એવા દિવસોથી ઓળખ ઘરમાં પણ કરી શકો છો જ્યારે આપની સગર્ભા બનવાની તક વધારે રહે છે. જે લોકો વિચારે છે કે ભારતની મહિલાઓ ટેકનોલોજીનો ઉપયોગ વધારે સારી રીતે કરી શકતી નથી તે લોકોની ગણતરી ખોટી છે. હાલમાં જ કરવામાં આવેલા અભ્યાસ બાદ જાણવા મળ્યુ છે કે મહિલાઓ હવે ઘરમાં બેસીને પોતાના ફર્ટિલિટીના દિવસોની ઓળખ કરી શકે છે. એક એપની મદદથી આની ઓળખ કરી શકે છે. આ એપ પાંચ મિનિટમાં રિઝલ્ટ દર્શાવે છે. જે બેબી માટે ટ્રાય કરી રહ્યા છે તેમના માટે આ ઉપયોગી છથે. ક્યા ક્યા દિવસો તેમના માટે ફર્ટિલિટી માટે યોગ્ય છે. જે સ્માર્ટ ફોન હેન્ડલ કરી શકે છે તે તેને સરળતાથી ઉપયોગ કરી શકે છે. એપ દર્શાવે છે કે આપને ક્યારે ટેસ્ટ કરાવવા છે. આ ડિવાઇસની કિંમત ત્રણ હજાર રૂપિયા છે. આની સાથે આપને એક ટેસ્ટ સ્ટ્રિપ પણ મળે છે. ટેસ્ટ સ્ટ્રિપ સિંગલ યુઝ છે.
એટલે કે એક વખત ઉપયોગ કરવામાં આવ્યા બાદ તેનો ઉપયોગ કરી શકાય નહીં. ઇનફર્ટિલિટી મોનિટર એક પોર્ટેબલ હોમ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ ડિવાઇસ છે. જે ઇનિટો એપ અને સ્ટ્રિપની સાથે મળે છે. એક ચક્રમાં કેટલાક દિવસો જ ફર્ટાઇલ હોય છે. જ્યારે એક મહિલાના ગર્ભવતી થવાની તક હોય છે. એપ મારફતે ટેસ્ટ કરવાની બાબત સરળ છે. ડિવાઇસની સાથે ટેસ્ટ સ્ટ્રિપ મળે છે. સ્ટ્રિપ પર બ્લડ, યુરિન અને સ્લાઇવાના ટિપા મુકીને કેપ લગાવીને ડિવાઇજમાં નાંખવામાં આવે છે. ડિવાઇસને ત્યારબાદ ફોન સાથે અટેચ કરવામાં આવે છે. પાંચ મિનિટની અંદર તે કોઇ મોટી લેબની જેમ યોગ્ય પરિણામ આપના ફોન પર ઉપલબ્ધ કરાવે છે. કેટલાક મોટા શહેરોમાં જ આનો વધારે ઉપયોગ થઇ રહ્યો છે તે અંગે તપાસ કરવામાં આવતા આ બાબત ખોટી સાબિત થઇ હતી. જાણવા મળ્યુ છે કે નાના શહેરો જેમ કે નાગાલેન્ડના શહેરો, મણિપુર અને જમ્મુ કાશ્મીરના જુદા જુદા ભાગોમાં પણ આનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બેબી માટે વિકલ્પ શુ હોય છે તેવા પ્રશ્નના જવાબમાં તબીબો કહે છે કે સૌથી પહેલા નેચરલ તરીકે સાથે ટ્રાય કરવામાં આવે છે. ત્યારબાદ જા રિઝલ્ટ મળતા નથી તો તબીબો પાસે સલાહ લેવાની જરૂર હોય છે. તબીબો આના માટે જરૂરી દવા અને ટેસ્ટની સલાહ આપે છે. આઇયુઆઇ અને ત્યારબાદ અંતે ટેસ્ટ ટ્યુટ બેબીની મદદ લેવામાં આવી શકે છે.
ઇનફર્ટિલિટીનો અર્થ બાળક થઇ શકે નહીં તેમ કેટલાક લોકો માને છે પરંતુ આ માન્યતા ખોટી છે. વાસ્તવમાં એક વર્ષ સુધી અનપ્રોટેક્ટ સેક્સ સંબંધ છતાં બાળકો ન થાય ત્યારે આને આની પરિભાષા આપવામાં આવે છે. કેટલીક ખોટી માન્યતા એવી પ્રવર્તી રહે છે કે ૧૦૦ ટકા મહિલાઓ જવાબદાર હોય છે. પરંતુ વાસ્તવમાં ૫૦ ટકા મામલામાં પતિ પણ આના માટે જવાબદાર હોય છે. ઉપચારથી ફાયદો થાય છે આના સંબંધમાં પણ કહેવામાં આવે છે કે પતિ અને પÂત્ન પોતાની ઉર્જા અને યોગ્ય જીવનશેલી પર ધ્યાન કેન્દ્રિત કરે તે જરૂરી છે. આની સારવાર જીવનભર ચાલે છે તેમ પણ કેટલાક લોકો માને છે પરંતુ આવી ધારણા પણ ખોટી છે.