એક પછી એક આવી રહેલી અદભૂત ગુજરાતી ફિલ્મોમાં “ભેદ” એક એવી ફિલ્મ છે જેની આતુરતાથી લોકો રાહ જોઈ રહ્યા છે. અમદાવાદના આંગણે આ સસ્પેન્સ અને થ્રીલર ફિલ્મનું ટીઝર અને પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ફિલ્મના રાઈટર ડીરેક્ટરથી લઈને સ્ટારકાસ્ટ ઉપસ્થિત રહ્યા હતા. “ભેદ” ફિલ્મના ખૂબ અનુભવી રાઈટર અને ડિરેક્ટર ઈમરાન પઠાણ છે તથા જાણીતા એવા ક્રિએટીવ હેડ એન્ડ પ્રોડ્યુસર રિતુ આચાર્ચ છે તથા ડીઓપી અબ્દુલ વાહીદ સિદ્દીક, મ્યુઝિક ડિરેક્ટર બિરજુ કંથારીયા છે તથા ફિલ્મમાં સ્ટાર કાસ્ટ તરીકે મોહમ્મદ હનીફ યુસૂફ, નિશ્ચય રાણા, તાનીયા રાજાવત, મોહસીન શેખ, બિમલ ત્રિવેદીએ કામ કર્યું છે તથા કેમેરા વર્ક નંદિશ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું છે.
ફિલ્મ સાથે જોડાયેલા આ એવા મહાનુભાવોની ટીમ છે કે, જેઓ ઈન્ડસ્ટ્રી સાથે જોડાઈને વર્ષોથી કામ કરી રહ્યા છે અને તેમના અનુભવો, દર્શકોની રુચી, નવી પેઢીને ગમે તે રીતે પોતાની કાર્ય કુશળતા દર્શાવતા રહ્યા છે. “ભેદ” ફિલ્મ પણ માસ સુધી પહોંચી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નવા શિખરો સર કરે તે રીતે બનાવવામાં આવી છે.
ફિલ્મની વાર્તાની વિશે જોવા જઈએ તો “ભેદ” એક અદભૂત ફિલ્મની વાર્તા છે. જેમાં સસ્પેન્સ અને થ્રિલરનો અનુભવ દર્શકોને ફિલ્મ જોયા બાદ થશે. ટીઝરમાં જ ફિલ્મની આ ઝલક દર્શકોને જોવા મળી છે. ફિલ્મમાં એક યુવાન અને સંઘર્ષથી ઘેરાયેલી મજબૂત યુવા મહિલાની વાત છે. જે આ ફિલ્મમાં દમદાર રોલમાં જોવા મળશે. જે બાહ્ય મૂંઝવણો અને અહંકાર તેમજ આસપાસના લોકોની અપેક્ષાઓને કારણે અપહરણ જેવી મુશ્કેલ સ્થિતિમાં મુકાય છે. ફિલ્મની વાર્તામાં કઠિન પરિસ્થિતિમાંથી તે કઈ રીતે બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે તે દર્શાવવામાં આવ્યું છે. ફિલ્મમાં આ સિવાય પણ રસપ્રદ પાત્રો છે. આ વાર્તામાં માસને અપીલ કરતો એક મહત્વનો મેસેજ પણ આપવામાં આવ્યો છે.
છેલ્લા કેટલાક સમયથી ઓટીટી પ્લેટફોર્મના કારણે દર્શકોનો ફિલ્મો પ્રત્યેનો નજરીયો બિલકુલ બદલાયો છે. ત્યારે ફિલ્મમાં સ્ટોરી જ હીરો માનવામાં આવે છે. આ ફિલ્મના રાઈટર અને ડિરેક્ટર ઈમરાન પઠાણ કે જેઓ 20 વર્ષથી આ ઈન્ડસ્ટ્રી સાથે જોડાઈને કામ કરી રહ્યા છે. જેથી તેમને આજની પેઢીને અનુરુપ અલગ અને નવીન પ્રકારની વાર્તા આ ફિલ્મ માટે લખી છે. “ભેદ”ની વાર્તા પણ સેંકડો દર્શકોને ગમે તે રીતે લખવામાં આવી છે. મજાની વાત એ પણ છે કે, આ ફિલ્મને ડીરેક્ટ પણ તેમને જ કરી છે. જેથી તેઓ પાત્રોને સારી રીતે ન્યાય આપી શક્યા છે.