નવીદિલ્હી
ભારતમાં ચાલી રહેલા હિજાબ વિવાદમાં ઈસ્લામિક દેશોની સંસ્થા ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન પણ કૂદી પડી છે. ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (ઓઆઈસી) એ હિજાબ વિવાદ, ધર્મ સંસદ અને મુસ્લિમ મહિલાઓને ઓનલાઈન નિશાન બનાવવાના અહેવાલો પર ટિપ્પણી કરી છે. સંગઠનના મહાસચિવ હુસૈન ઈબ્રાહિમ તાહિરે સંયુક્ત રાષ્ટ્રને આ બાબતો અંગે જરૂરી પગલાં ભરવાની અપીલ કરી છે. તેના સત્તાવાર ટિ્વટર હેન્ડલ પર, ર્ંૈંઝ્રએ કહ્યું, ‘ઈસ્લામિક સહકાર સંગઠનના મહાસચિવ ઉત્તરાખંડના હરિદ્વારમાં ‘હિન્દુત્વ’ સમર્થકો વતી મુસ્લિમોના નરસંહાર માટે આહ્વાન, સોશિયલ મીડિયા સાઇટ્સ પર મુસ્લિમ મહિલાઓની ઉત્પીડનની ઘટનાઓ, સાથે જ કર્ણાટકમાં મુસ્લિમ વિદ્યાર્થિનીઓના હિજાબ પહેરવા પરના પ્રતિબંધ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે.’ આ પહેલા પાકિસ્તાન અને અમેરિકા પણ હિજાબ વિવાદ પર ટિપ્પણી કરી ચૂક્યા છે. ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે ‘ઓઆઈસીના મહાસચિવ આંતરરાષ્ટ્રીય સમુદાય, ખાસ કરીને સંયુક્ત રાષ્ટ્ર અને માનવ અધિકાર પરિષદને આ સંદર્ભે જરૂરી પગલાં લેવાનું આહ્વાન કરે છે. ર્ંૈંઝ્રએ ફરી એકવાર ભારતને વિનંતી કરી છે કે તે મુસ્લિમ સમુદાયના જીવનના અધિકારનું રક્ષણ કરતી વખતે તેના સભ્યોના હિતોની રક્ષા અને સુરક્ષા નિશ્ચિત કરે. સાથે જ જેઓ હિંસા અને નફરત જેવા અપરાધોને ભડકાવનાર અને ગુનેગારોને ન્યાયના કઠેડામાં લાવે. આ પહેલીવાર નથી કે જ્યારે મુસ્લિમ દેશોના આ સંગઠને ભારતના આંતરિક મામલાઓ પર ટિપ્પણી કરી હોય. આ પહેલા પણ ર્ંૈંઝ્રએ કાશ્મીર મુદ્દા પર ઝેર ઓક્યું છે. ગયા વર્ષે, વિશેષ દૂત યુસેફ એલ્ડોબે કહ્યું હતું કે ર્ંૈંઝ્ર કાશ્મીરના લોકોના સ્વ-ર્નિણયના અધિકારનું સમર્થન કરવાનું ચાલુ રાખશે. ઈસ્લામિક દેશોનું સંગઠન વિશ્વભરના મુસ્લિમ દેશોનો સર્વોચ્ચ હોવાનો દાવો કરે છે. ૨૫ સપ્ટેમ્બર ૧૯૬૯ના રોજ રચાયેલા આ સંગઠનનો પાકિસ્તાન સ્થાપક સભ્ય છે. વિશ્વમાં મુસ્લિમોની બીજી સૌથી મોટી વસ્તી ધરાવતું ભારત આ સંગઠનનું સભ્ય નથી. શરૂઆતથી જ પાકિસ્તાન આ સંગઠનનો ઉપયોગ ભારત વિરુદ્ધ કરતું આવ્યું છે. ચીન, પાકિસ્તાન, સીરિયા, અફઘાનિસ્તાન અને ઈરાકમાં મુસ્લિમોની દુર્દશાના પ્રશ્ન પર આ સંગઠન મૌન થઈ જાય છે. આજ દિન સુધી આ સંગઠને એક વખત પણ ચીનમાં ઉઇગર મુસ્લિમો પર થતા અત્યાચારની નિંદા કરી નથી.
Kumbh Story: વિદેશીને લાગ્યો સનાતનનો રંગ, ઈંગ્લેન્ડનો જેકબ કઈ રીતે બની ગયો જય કિશન સરસ્વતી?
ઈંગ્લેન્ડના જેકબ પણ સનાતન ધર્મથી ઘણા પ્રભાવિત થયા છે અને સનાતન ધર્મ અપનાવી હવે તેઓ જય કિશન સરસ્વતી બની ગયા...
Read more