વૈજ્ઞાનિકો અને સંશોધકો હવે એક એવી રિસ્ટબેન્ડ શોધી કાઢવામાં સફળ રહ્યા છે જે તમામ લોકોને સ્લીમ રાખવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આધુનિક સમયમાં ભાગદોડની દુનિયામાં લોકોની લાઈફ સ્ટાઈલ ખૂબ જ વ્યસ્ત બની ગઈ છે. આવા સમયમાં લોકો જુદી જુદી તકલીફથી પરેશાન થયેલા છે. આ તમામ કારણોસર શરીર વધી જાય છે. સ્થૂળતાથી લોકો ગ્રસ્ત થયેલા છે. આવા સમયમાં ડાયટીંગ ઉપર લોકો ધ્યાન આપતા થયા છે. સવારે નિયમિતપણે કસરત અને જુદા જુદા પ્રકારના ડાઈટ લેવાનું લોકો પસંદ કરે છે. હવે રિસર્ચ સંશોધકોએ એક એવા બ્રેસલેટની શોધ કરી છે જે સ્લીમ રાખવામાં તથા વજનને કાબૂમાં રાખવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આ બ્રેસલેટ વજનને ખૂબ જ આરોગ્યના તરીકાથી ઘટાડશે.
બ્રેસલેટ કોઈપણ વ્યક્તિને વધુ સંતુલિત લાઈફ સ્ટાઈલ આપવામાં મદદરૂપ બનશે. હાથમાં બાંધવામાં આવનાર આ બ્રેસલેટ યુઝરની ખાવાની પ્રવૃત્તિ, તેની ટેવ, ઊંઘવાની ટેવ અને અન્ય તમામ એક્ટિવીટી ઉપર નજર રાખશે. આ વિશેષ પ્રકારના સાધનથી લોકોને આધુનિક સમયમાં મદદ મળશે.
બ્રિટનના લોકપ્રિય અખબાર ડેલી મેલે સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે આ બ્રેસલેટ ઊંઘની અછત ધરાવતા લોકો માટે જરૂરી સૂચન અને સંકેત પણ કરી શકશે. ઇતિહાસમાં પ્રથમ વખત લાઈફ સ્ટાઇલ રોગને રોકવામાં પણ મદદ મળશે. હાથમાં બાંધવામાં આવનાર આ રિસ્ટ બેન્ડ અથવા તો બ્રેસલેટની કિંમત હજુ સુધી જારી કરવામાં આવી નથી પરંતુ કહેવામાં આવ્યું છે કે આની કિંમત તમામ લોકોને પોસાય તેવી રાખવામાં આવશે. જુદા જુદા કલરોમાં વિશ્વાસ રાખનાર લોકો માટે પણ આ બેન્ડ ઉપલબ્ધ રહેશે. જુદા જુદા રંગના બેન્ડ લોકો પોતાની વસ્ત્રોની પસંદગી મુજબ પહેરી શકશે.