લોકપ્રિય લક્ઝુરિયસ વેડિંગ શો ધ વોગ ૨૦૧૯નું ૭મી આવૃત્તિ સાથે પુનરાગમન

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

અમદાવાદ :  ભારતના ટોચના વેડિંગ કાઉચર પ્રદર્શિત કરતું દેશનું સૌથી ખાસ લક્ઝરી વેડિંગ પ્રદર્શન ધ વોગ વેડિંગ શોની આ વર્ષે ૭મી આવૃત્તિનું પુનરાગમન થઈ રહ્યું છે. આ વર્ષે બોલીવૂડનું અત્યંત પ્રિય કપલ શાહિદ અને મીરાકપૂર વોગ વેડિંગ બુકના કવર સ્ટાર્સ છે. જોની વોકર- ધ જર્ની, એટીએસ નાઈટ્સબ્રિજ, ફોરેવર માર્ક અને એનડીટીવી સાથે સહયોગમાં આયોજિત અપવાદાત્મક ક્યુરેટ કરાયેલી, અદભુત ઈવેન્ટની આ સાતમી આવૃત્તિમાં ભારતીય વેડિંગ બજારમાંથી અમુક અત્યંત પ્રીમિયમ અને સ્થાપિક બ્રાન્ડ્સનો સમાવેશ રહેશે. ધ વોગ વેડિંગ શો૨-૪ ઓગસ્ટ, ૨૦૧૯ના તાજપેલેસ, નવી દિલ્હી ખાતે યોજાશે અને મહેમાનોને તેમના આ ભવ્ય દિવસ માટે ખાસ ફેશન અને લક્ઝરીની પસંદગીઓ કરવાની તક આપે છે.

આ  ‘બાયઈન્વિટેશન ઓન્લી ‘લક્ઝરી પ્રદર્શનમાં આમંત્રિત થવા માટે ઈચ્છુકોએ www.vogueweddingshow.in પર નોંધણી કરાવવાની રહેશે અથવા કોલ કરો+૯૧ ૮૬૫૭૫૦૫૨૨૪, +૯૧ ૯૯૩૦૦૮૮૬૬૧. ધ વોગ વેડિંગ શો એક માત્ર એવું પ્રદર્શન છે જ્યાં મહેમાનોને મનીષ મલ્હોત્રા, સબ્યસાચી, તરુણતાહિલિયાની, અનિતા ડોંગરે, શાંતનુ અને નિખિલ, ગૌરવ ગુપ્તા, રાહુલ મિશ્રા, જેડ બાય મોનિકા એન્ડ કરિશ્મા, ફાલ્ગુની શેન પીકોક, રિતુકુમાર અને શ્યામલ એન્ડ ભૂમિકા જેવા ભારતનાં અગ્રણી વેડિંગ કાઉચર ડિઝાઈનરો સાથે અંગત રીતે રૂબરૂ થવા મળી શકે છે અને મહેમાનોને ભારતના પ્રીમિયમ જ્વેલર્સ, ટ્રાઉઝો ગિફ્ટિંગ બ્રાન્ડ્સ, વેડિંગ પ્લાનર્સ અને અન્ય નિષ્ણાતો સાથે રૂબરૂ થવાનો પણ ખાસ મોકો મળે છે.

ધ વોગ વેડિંગ શો ૨૦૧૯ માટે દેશભરના અમુક ઉત્કૃષ્ટ જ્વેલર્સ તેમનાં ખાસ વેડિંગ કલેકશન પ્રદર્શિત કરશે, જેમાં અગ્રણી નામોમાં બિર્ધીચંદ ઘનશ્યામદાસ, હઝૂરીલાલ બાય સંદીપ નારંગ, હઝૂરીલાલ લીગસી, ખન્ના જ્વેલર્સ, મહેતા એન્ડ સન્સ એક્સ અંજલી ભીમરાજકા ફાઈન જ્વેલ્સ,  રાજમહતાની કાઉચર જ્વેલ્સ, રેર હેરિટેજ, ઠાકોરલાલ હીરાલાલ, નિરાકાર જ્વેલ્સ, ગૌરવ ગુપ્તા ઓકેશન્સ ફાઈન જ્વેલરી અને ધ હાઉસ ઓફ એમબી જેનો સમાવેશ થાય છે. ઉપરાંત સમર્પિત જગ્યામાં સારી પેવિલિયન રહેશે, જેમાં ભારતના અલગ અલગ પ્રદેશોની સાડીઓ પ્રદર્શિત કરાશે, જેમાં ફાબિયાના, નૈના જૈન, પાલમસિલ્ક્સ, રતન શીખેરાજ સારીઝ અને સોનિયા કે. મહાજનનો સમાવેશ થાય છે.

લક્ઝુરિયસ અને ઈનોવેટિવ ટ્રાઉઝો, ગિફ્ટિંગ અને વેડિંગ સંબંધી સેવાઓ બ્રાન્ડ્સ આહુજાસન્સ, ક્રિયેટિવ ક્યુઝીન ઈન્ક. (સીસીઆઈ), બલ્ગેરી, હર્મીસ એન્ડ ગુએર લેઈન- ફ્રેગ્રન્સીસ એન્ડ બ્યુટી, ફાયા, ડ્રીમ્ઝ ક્રાફ્ટ વેટિંગ્સ, ફેબેલ એક્વિઝિટ ચોકલેટ્સ, ઈશાર્યા, કેટલિસ્ટ એન્ટર ટેઈનમેન્ટ, કિંગડમ ઓફબહેરિન, પેસરીન, રવીશકપૂર ઈનોવેટિવ ઈન્વિટેશન્સ, શેઝ, લક્સીમોમેન્ટ્ઝ, તેહિયાના ર્વેલઈવેન્ટ્સ, વ્યોમ અને શ્લોકા ઈવેન્ટ્સનો સમાવેશ થાય છે.

નામાંકિત ફેશન અને લાઈફસ્ટાઈલ પ્રભાવશાળી દીપા ખોસલા શો માટે વીઆઈપી ડિજિટલ એમ્બેસેડર્સમાંથી એક છે.

Share This Article