ગાળ બોલવા મુદ્દે ટોળાએ રિક્ષાચાલકની ધુલાઈ કરી

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

અમદાવાદના લાંભા વોર્ડનાં ભાજપનાં મહિલા કોર્પોરેટર ચાંદની પટેલ એક્ટિવા પર વોર્ડમાં રાઉન્ડમાં નીકળ્યાં હતાં. ત્યારે રસ્તામાં એક રિક્ષાચાલક દ્વારા રિક્ષાને તેમના વાહનની આગળ લાવીને ઓવરટેક કરી નજીક વાહન ચલાવ્યું હતું, જેને કારણે ચાંદની પટેલે તેને સાઈડમાં વાહન ચલાવવાનું કહેતાં રિક્ષાચાલકે ગાડી રોકી અપશબ્દો બોલ્યા હતા. જેથી ચાંદની પટેલે તેને રોકીને ઝઘડો કર્યો હતો. તેમના પતિ તેજસ પટેલને પણ જાણ કરતાં તેઓ ત્યાં આવી પહોંચ્યા હતા. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકોનાં ટોળાં રોડ ઉપર ભેગા થઇ ગયાં હતાં.

સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે, જેમાં કેટલાક લોકો રિક્ષાચાલકને માર મારી રહ્યા છે. હાલમાં આ મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યા બાદ રિક્ષાચાલકને પોતાની ભૂલનું ભાન થયું હતું અને તેણે મહિલા કોર્પોરેટર અને તેના પતિની માફી માગી લીધી હતી. રિક્ષાચાલકનાં પત્ની અને તેની પુત્રીએ પણ તેના પિતાથી આવી ભૂલ થઈ છે, જેથી તેમને માફ કરી દેવા માટે વિનંતી કરી હતી. આ મામલે ચાંદની પટેલે ફરિયાદ નોંધાવવા અરજી તો પોલીસ સ્ટેશનમાં આપી છે. લાંભા વોર્ડનાં મહિલા કોર્પોરેટર ચાંદની પટેલ અને તેના પતિ તેજસ પટેલ રિક્ષાચાલક સાથે બોલાચાલી ઝઘડા કરતાં અને તેને કેટલાક લોકો દ્વારા માર મારવાનો વીડિયો સામે આવ્યો છે. હું મારું એક્ટિવા લઇને રાઉન્ડમાં નીકળી હતી. ત્યારે રસ્તામાં એક રિક્ષાચાલક રિક્ષા લઇને પાછળ આવતો હતો અને ત્યારે ઓવરટેક કરી નજીકથી ચલાવી હતી. જેથી તેને સાઈડમાં ચલાવવાનું કહ્યું હતું.

રિક્ષાચાલકે મને અપશબ્દો અને ગાળો બોલી હતી. જેથી મેં તેને આ રીતે વાત ન કરવા કહ્યું હતું અને ત્યાર બાદ આ સમગ્ર ઘટના બની હતી. રિક્ષાચાલક દારૂ પીધેલી હાલતમાં છે અને હાલમાં હું નારોલ પોલીસ સ્ટેશનમાં તેની સામે કાર્યવાહી કરવા માટે પહોંચી છું. તેણે માફી તો માગી લીધી છે, પરંતુ અન્ય મહિલાઓ સાથે આ રીતે ભવિષ્યમાં કોઈ બનાવ ન બને એના માટે હું કાર્યવાહી કરીશ. મહિલા કોર્પોરેટરના પતિ તેજસ પટેલ અને કેટલાક લોકો દ્વારા એક રિક્ષાચાલક સાથે ઝઘડો અને મારામારી કરતાં સામે આવેલા વીડિયોમાં રિક્ષાચાલકને એક વ્યક્તિ લાકડી વડે માર મારે છે અને તેજસ પટેલ પણ ઝઘડો કરી રહ્યા છે. રિક્ષાચાલકને માર મારવામાં આવતાં ચાંદની પટેલ દ્વારા તેમને રોકવામાં પણ આવી રહ્યા છે. રિક્ષાચાલક સાથે ઝઘડો કરતાં કેટલાક લોકો તેજસ પટેલ અને ચાંદની પટેલને રોકી પણ રહ્યા છે. આ મામલે નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદની કાર્યવાહી માટે ચાંદની પટેલ પહોંચ્યા હતા.

પોલીસ સ્ટેશનમાં રિક્ષાચાલક અને તેના પરિવાર દ્વારા મહિલા કોર્પોરેટરની માગવામાં આવી હતી.અમદાવાદના લાંભા વોર્ડનાં ભાજપનાં મહિલા કોર્પોરેટર ચાંદની પટેલ સાથે વાહન ઓવરટેક કરવા મુદ્દે રિક્ષાચાલક સાથે ઝઘડો થયો હતો. રિક્ષાચાલકે બાદમાં તેમને માર માર્યો હતો. ઘટનામાં રિક્ષાચાલકને ટોળાએ માર માર્યાના વીડિયો વાઈરલ થયા છે. ત્યારે મહિલા કોર્પોરેટેર પોલીસ ફરિયાદ કરવાનાં હતાં. જોકે રિક્ષાચાલકે ચાંદની પટેલની માફી માગી લીધી છે છતાં ચાંદની પટેલ એકના બે થવા તૈયાર નથી અને રિક્ષાચાલક સામે કાર્યવાહી કરવા માટે અડગ છે.

Share This Article