અમદાવાદ : વર્ષ ૨૦૧૦ થી ૨૦૧૨માં સગીર વયની ગુમ થનાર છોકરીઓને શોધી કાઢવા માટે તજવીજ હાથ ધરી છે. ત્યારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ ૦ થી ૧૮ વર્ષના ગુમ થયેલ બાળકોની શોધખોળ કરતા સફળતા મેળવી છે. મળતી માહિતી મુજબ અમદાવાદ શહેર, ઓઢવ વિસ્તારમાં આજથી આશરે આઠેક વર્ષ પહેલા ભોગ બનનાર તેના પિતા તથા ભાઈ સાથે અમદાવાદ શહેર ખાતે રહેતી હતી. ત્યા ફરીયાદીના મકાનની સામે કમલેશભાઈ મુલીક નામનો છોકરો તેની ફોઈ સાથે રહેતો હતો. જે દરમિયાન દિકરી સાથે આ કમલેશ મુલીકને પ્રેમ સંબંધ થતા લલચાવી, ફોસલાવીને ભગાડી લઈ ઈન્દોર ખાતે લઈ ગયો હતો. ત્યાં કોર્ટ મેરેજ કરી લીધા હતા.
ત્યારબાદ આરોપી ભોગ બનનારને પોતાના વતન મધ્યપ્રદેશ ખાતે લઈ ગયો હતો. જ્યાં ભોગ બનનારને સંતાનમાં એક દિકરાનો જન્મ થયો હતો. દિકરાના જન્મબાદ ભોગ બનનારને પોતાના પિતાની યાદ આવતા તેના પિતાને મળવા માટે અમદાવાદ આવતા ક્રાઈમ બ્રાન્ચે તેને ઝડપી પાડી હતી.
અમદાવાદ શહેર, ઓઢવ પોલીસ સ્ટેશન ખાતે આજથી આશરે છ વર્ષ પહેલા ભોગ બનનાર તેના માતા પિતા સાથે અમદાવાદ ખાતે રહેતી હતી અને ત્યા ઓઢવ વિસ્તારમાં રહેતા અને સ્ટીલની ફેક્ટરીમાં કામ કરતા નીરજ રાજેન્દ્રસિંગ રાજપુતને ફરીયાદીની દિકરી સાથે પ્રેમ સંબંધ થતા ફરીયાદી લલચાવી, ફોસલાની ભગાડી લઈ ગયેલ અને ભોગ બનનારને નીરજ રાજેન્દ્રસિંગ રાજપુત પોતાના વતન ઉત્તરપ્રદેશ ખાતે લઈ ગયેલ અને ત્યાં તેની સાથે પ્રેમ લગ્ન કરી લીધા હતા. છોકરીઓને લલચાવી ફોસલાવીને લગ્નની લાલચ આપીને ફરાર થઈ જતા હોય છે. ત્યારે આવા લોકોથી સાવધાન રહેવાની જરૂર છે. લાલચમાં આવીને એવું કોઈ પણ કામ ના કરવું જાઈએ.