હિલ સ્ટેશન પર લઘુત્તમ તાપમાન માઈનસ ૧ ડિગ્રી નોંધાયું
અમદાવાદ : ગુજરાતીઓનું ખૂબ જ પસંદગીનું ફરવા જવાનું સ્થળ માઉન્ટ આબુ છે, જ્યાં હાલ ગાત્રો થીજવતી ઠંડી પડી રહી છે. પર્યટન સ્થળ માઉન્ટ આબુમાં હાલ પારો ગગડ્યો છે.લઘુત્તમ તાપમાન ૧ ડિગ્રી પહોંચી ગઇ છે. માઉન્ટ આબુમાં હાડ થીજવતી ઠંડી પડતાં સહેલાણીઓ ઠુંઠવાયા છે. રાજસ્થાનના સિરોહી જિલ્લામાં ઠંડીનો પ્રકોપ યથાવત છે. તીવ્ર ઠંડીના કારણે લોકોની દિનચર્યા પર પણ ખાસ્સી અસર પડી છે, ત્યારે રાજ્યના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુના લઘુત્તમ તાપમાનમાં મોટો ઘટાડો નોંધાયો છે. હિલ સ્ટેશન પર લઘુત્તમ તાપમાન માઈનસ ૧ ડિગ્રી નોંધાયું હતું. તાપમાનનો પારો ગગડતા હિલ સ્ટેશન પર બરફની ચાદર છવાઈ હતી. ઘરો અને હોટલોની બહાર પાર્ક કરેલ કારની છત પર અને મેદાનોમાં ઘાસ પર બરફ જામી ગયો હતો. પ્રવાસીઓ તેમની કાર પર બરફ જાેઈને રોમાંચિત થઈ ગયા હતા, તો ઠંડીથી બચવા માટે પર્યટકો ગરમ વસ્ત્રો તેમજ બોનફાયર પ્રગટાવીને પોતાને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
Renault દ્વારા નવુ ડિઝાઇન સેન્ટર ખોલવામા આવ્યુ, ભારતમાં ‘renault. rethink’ પરિવર્તનશીલ વ્યૂહરચનાના પ્રારંભને ચિન્હીત કરે છે
Renault ઇન્ડિયાએ પોતાના બ્રાન્ડ પરિવર્તનશીલ વ્યૂહરચના ‘renault. rethink’ની ઘોષણા કરી છે, જે ભારતમાં તેની આંતરરાષ્ટ્રીય ગેમપ્લાન 2027ના અમલીકરણ પરત્વેનું આગવુ...
Read more