અમદાવાદ : દેશમાં વાયર એન્ડ કેબલ્સનું માર્કેટ રૂ.૫૩,૫૦૦ કરોડને આંબી ગયુ છે અને હજુ તેમાં વિકાસ અને વૃÂધ્ધની વિપુલ તકો રહેલી છે. આવનારા વર્ષોમાં પણ દેશમાં કેબલ્સ અને વાયરની ભારે ડિમાન્ડ રહેશે. દેશમાં ઇલેક્ટ્રીક ઇક્વીપમેન્ટ્સમાં ૪૦ ટકા હિસ્સો તો, કેબલ્સ એન્ડ વાયરનો છે. આ સંજાગોમાં પોલીકેબ બ્રાન્ડ હેઠળ વાયર અને કેબલ તથા ફાસ્ટ મૂવિંગ ઇલેક્ટ્રિકલ ગૂડ્સ (એફએમસીજી)નાં ઉત્પાદન અને વેચાણનાં વ્યવસાયમાં સંકળાયેલી પોલીકેબ ઇન્ડિયા લિમિટેડ (કંપની)એ તા.૫ એપ્રિલ, ૨૦૧૯ નાં રોજ ઇક્વિટી શેરની એની ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (આઇપીઓ) પ્રસ્તુત કરવાની દરખાસ્ત રજૂ કરી છે.
આઇપીઓની પ્રાઇસ બેન્ડ ઇક્વિટી શેરદીઠ રૂ. ૫૩૩થી રૂ. ૫૩૮ છે જયારે આઇપીઓ તા.૯ એપ્રિલ, ૨૦૧૯નાં રોજ બંધ થશે એમ અત્રે કંપનીના ચેરમેન ઇન્દર જયસિંઘાની, ડાયરેકટર ભરત જયસિંઘાની અને ચીફ એકઝીકયુટીવ રામક્રિશ્ન રામમૂર્તિએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આઇપીઓમાં કંપનીનાં રૂ. ૪,૦૦૦ મિલિયન સુધીનાં ઇક્વિટી શેરનો ફ્રેશ ઇશ્યૂ તથા ઇન્વેસ્ટર સેલિંગ શેરહોલ્ડર, પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર્સ, પ્રમોટર ગ્રૂપ સેલિંગ શેરહોલ્ડર્સ અને ઇન્ડિવિડ્યુઅલ સેલિંગ શેરહોલ્ડર્સ, જેઓ સંયુક્તપણે સેલિંગ શેરહોલ્ડર્સ દ્વારા રૂ. ૧૦ની ફેસ વેલ્યુ ધરાવતાં ૧૭,૫૮૨,૦૦૦ ઇક્વિટી શેર (ઇક્વિટી શેર) સામેલ છે. ઓફરમાં લાયકાત ધરાવતા કર્મચારીઓ (એમ્પ્લોયી રિઝર્વેશન પોર્શન) માટે ૧૭૫,૦૦૦ સુધીનું રિઝર્વેશન સામેલ છે (જે કંપનીની પોસ્ટ-ઓફર ઇક્વિટી શેર કેપિટલનો ૫ ટકાથી વધારે હિસ્સો નહીં હોય). એમ્પ્લોયી રિઝર્વેશન પોર્શનમાં લાયકાત ધરાવતા કર્મચારીઓને ઇક્વિટી શેરદીઠ રૂ. ૫૩નું ડિસ્કાઉન્ટ ઓફર થયું છે. એમ્પ્લોયી રિઝર્વેશન પોર્શન સિવાયની ઓફર નેટ ઓફર ગણાય છે.
બિડ લઘુતમ ૨૭ ઇક્વિટી શેર અને પછી ૨૭ ઇક્વિટી શેરનાં ગુણાંકમાં થઈ શકશે. ઇક્વિટી શેરનું લિસ્ટિંગ બીએસઈ અને એનએસઈ (સ્ટોક એક્સચેન્જીસ) પર થશે. ફ્રેશ ઇશ્યૂમાંથી પ્રાપ્ત થનારી ચોખ્ખી આવકનો ઉપયોગ કંપનીનાં ઋણનાં ચોક્કસ હિસ્સા કે તમામ હિસ્સાની સમયસર પુનઃચુકવણી, કંપનીની કાર્યકારી સંવર્ધિત મૂડીની જરૂરિયાતો માટે ફંડ આપવા અને સાધારણ કોર્પોરેટ ઉદ્દેશો માટે થશે. આ ઓફરનાં ગ્લોબલ કો-ઓર્ડિનેટર્સ અને બુક રનિંગ લીડ મેનેજર્સ (જીસીબીઆરએલએમ) કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ, એક્સિસ કેપિટલ લિમિટેડ, સિટિગ્રૂપ ગ્લોબલ માર્કેટ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને એડલવાઇસ ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ છે. ઓફરનાં બુક રનિંગ લીડ મેનેજર્સ (બીઆરએલએમ) આઇઆઇએફએલ હોલ્ડિંગ્સ પ્રાઇવેટ લિમિટેડ અને યસ સીક્યોરિટીઝ (ઇન્ડિયા) લિમિટેડ છે. જીસીબીઆરએલએમ અને બીઆરએલએમ સંયુક્તપણે લીડ મેનેજર્સ તરીકે ઓળખાય છે.
આ ઓફર સીક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (નિયમન) નિયમો, ૧૯૫૭નાં નિયમ ૧૯(૨)(બી) (૩), જેમાં થયેલા સુધારા (એસસીઆરઆર) હેઠળ થઈ છે. ઓફર સીક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (ઇશ્યૂ ઓફ કેપિટલ એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાયરમેન્ટ્સ) રેગ્યુલેશન, ૨૦૦૯, સુધારા સાથે (૨૦૦૯ સેબી આઇસીડીઆર રેગ્યુલેશન્સ) નિયમન ૨૬(૧)ને અનુરૂપ રજૂ કરવામાં આવી છે, જેમાં ઓફરનો મહત્તમ ૫૦ ટકા હિસ્સો સપ્રમાણ આધારે ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (ક્યુઆઇબી)(ક્યુઆઇબી પોર્શન)ને ઓફર કરવામાં આવશે, જેમાં શરત છે કે કંપની અને વિક્રેતા શેરધારકો લીડ મેનેજર્સ સાથે ચર્ચા કરીને ક્યુઆઇબી કેટેગરીનો ૬૦ ટકા હિસ્સો એન્કર રોકાણકારોને એન્કર ઇન્વેસ્ટર એલોકેશન પ્રાઇસ પર વિવેકાધિન ધોરણે કરી શકે છે. એન્કર ઇન્વેસ્ટર પોર્શનનો લઘુમત ૩૩ ટકા હિસ્સો ડોમેસ્ટિક મ્યુચ્યુઅલ ફંડ માટે રિઝર્વ રખાશે, જે એન્કર ઇન્વેસ્ટર એલોકેશન પ્રાઇસ પર કે એનાથી વધારે પ્રાઇસ પર ડોમેસ્ટિક મ્યુચ્યુઅલ ફંડ પાસેથી પ્રાપ્ત થયેલી માન્ય બિડને આધિન છે. અંડર-સબસ્ક્રિપ્શન કે એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં નોન-એલોકેશનનાં સંજોગોમાં બાકીનાં ઇક્વિટી શેર નેટ ક્યુઆઇબી પોર્શનમાં ઉમેરવામાં આવશે.