નારોલ પ્રોસેસિંગ ઉદ્યોગોના CETP સંચાલક કંપની NTIEMના આ વર્ષે નિવૃત્ત થનારા ૦૮ ડિરેક્ટરોની ચૂંટણી જાહેર થવાનું મુખ્ય કારણ

NTIEMની ચૂંટણીની વિગત વિશે જાણીએ તો 8 સપ્ટેમ્બર, 2025ના રોજથી ઉમેદવાદારી ફોર્મ મેળવી શકાશે,

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નારોલ CETP નું સંચાલન NTIEM દ્વારા વર્ષ 2020 ની ચૂંટણી પદ્ધતિ પ્રમાણે ચૂંટાયેલા કુલ 21 ડિરેક્ટરોમાંથી (1) ચેરમેન / પ્રમુખ, (2) વાઇસ પ્રમુખ, (3) સેક્રેટરી, (4) જો. સેક્રેટરી, (5) ખજાનચી તથા (6) જો. ખજાનચી એમ કુલ છઃ (૦૬) હોદ્દેદારોને હસ્તક સત્તા સોંપવામાં આવી હતી.

મળતી માહિતી પ્રમાણે, NTIEM દ્વારા નારોલ CETPનું સંચાલન વર્ષ 2020ની ચૂંટણી પદ્ધતિ પ્રમાણે ચૂંટાયેલા કુલ 21 ડિરેક્ટરોમાંથી ચેરમેન / પ્રમુખ, વાઇસ પ્રમુખ, સેક્રેટરી, જો. સેક્રેટરી, ખજાનચી તથા જો. ખજાનચી એમ કુલ છ હોદ્દેદારોને હસ્તક સત્તા સોંપવામાં આવી હતી. જેમાં છેલ્લી ચૂંટણીનાં ઘોષણાપત્ર 2020 મુજબ સંસ્થાના હોદ્દેદારોમાં દર ત્રણ વર્ષ પછી બદલીને નિર્વાચિત અન્ય ડિરેક્ટર્સને નિયુક્તિ આપવાની પ્રણાલી અમલમાં લાવવાની હતી, પરંતુ છેલ્લા છ વર્ષથી કાર્યરત મુખ્ય પદાધિકારીઓએ આ બદલાવનું અમલીકરણ ન કરતા હોવાને કારણે સંસ્થાના કુલ 21 ચૂંટાયેલા ડિરેક્ટરોમાં અસંતોષ અને આંતરિક મતભેદ ઉભા થયા હતા. આ અસંતોષના કારણે કુલ 21 ડિરેક્ટર્સ બે ગ્રુપમાં વિભાજીત થઈ ગયા હોવાની ચર્ચા પણ જોવા મળી રહી છે. જેને લઇને NTIEMનો ચૂંટણી જંગ રસપ્રદ બની રહે તેમ જણાઇ રહ્યું છે.

આજ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ આ મહિનાના 27 તારીખે સંસ્થાની વાર્ષિક સામાન્ય સભા (એજીએમ)માં ચૂંટણી પ્રક્રિયા થકી વર્ષ 2025માં રોટેશનલ પધ્ધતિથી રિટાયર્ડ થનારા 08 ડિરેક્ટરોની ચૂંટણીની જાહેરાત કરવાનું મુખ્ય કારણ ગણાવવામાં આવી રહ્યું છે.

અહીં નોંધનીય છે કે, NTIEMની ચૂંટણીની વિગત વિશે જાણીએ તો 8 સપ્ટેમ્બર, 2025ના રોજથી ઉમેદવાદારી ફોર્મ મેળવી શકાશે, જ્યારે 13 સપ્ટેમ્બર સુધી ઉમેદવારી ફોર્મ જમા અને 15 સપ્ટેમ્બરે ફોર્મ પરત ખેંચવાનું રહેશે. અને ત્યાર બાદ જો જરૂર લાગે તો 27 સપ્ટેમ્બરને શનિવારે એજીએમમાં ચૂંટણી યોજાશે.

Share This Article