સુરતની ૭૨૪ શાળાના કેટલાક શિક્ષકોની ઓનલાઇન હાજરીમાં ગુલ્લી મારતાં જિલ્લા શિક્ષણાધિકારીએ લાલ આંખ કરી છે. ઉલ્લેખનીય છે કે આ ૭૨૪ શાળાના કેટલાક વિદ્યાર્થીઓની હાજરીમાં પણ અનિયમિતતા જાેવા મળી છે. આ મામલે નિયમોનું પાલન કરવા તાકીદ કરવામાં આવી છે. નિયત સમયમાં હાજરી ન પૂરતી સુરતની ૭૨૪ શાળાઓની યાદી જાહેર કરવામાં આવી છે. જાહેર કરેલી આ શાળાઓએ ૧૫ દિવસથી વધારે દિવસની હાજરી પૂરી નથી. તમામ સ્કૂલોને નિયમોનું પાલન કરવાની તાકીદ અપાઈ છે. ઉલ્લેખનીય છે કે શિક્ષણકાર્યમાં ગુણવત્તા જાળવવા માટે શિક્ષણાધિકારી દ્વારા ભાર આપવામાં આવી રહ્યો છે.