દિવંગત સંગીતકાર શિવકુમાર શર્માએ અમિતાભ બચ્ચનને ફિલ્મોમાં ગાવા માટે તૈયાર કર્યા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મશહૂર સંગીતકાર પંડિત શિવકુમાર શર્માનું મંગળવારે ૮૪ વર્ષની વયે અવસાન થયું. તેમણે ૮૦ અને ૯૦ના દાયકામાં યશ ચોપરાની ફિલ્મો માટે સંગીત આપ્યું, જેમાં ‘સિલસિલા’, ‘ચાંદની’, ‘ડર’ અને ‘લમ્હે’ જેવી ઘણી સુપરહિટ ફિલ્મોના નામ સામેલ છે.  આ એ સમયની વાત છે જેમાં શાસ્ત્રીય સંગીતકારોને હિન્દી ફિલ્મોમાં બહુ તક મળતી ન હતી.

એક ઈન્ટરવ્યુમાં આ વિશે વાત કરતા શિવકુમાર શર્માએ કહ્યું, ‘એ સમયે મારી ઘણી બધી ટીકા થઈ હતી.. જાે કે એ સમયે લોકો કહેતા હતા કે કેમશાસ્ત્રીય સંગીતકારોને ફિલ્મો માટે સંગીત આપવાનું કહેવાય છે.  શિવકુમાર શર્માએ જણાવ્યું કે કેવી રીતે તેમણે અમિતાભ બચ્ચનને ‘રંગ બરસે’, ‘નીલા આસમ સો ગયા’ અને ‘યે કહાં આ ગયે હમ’ જેવા ગીતો ગાવા માટે પ્રેરિત કર્યા.. તેમણે કહ્યું કે યશજીને ‘સિલસિલા’નું એક હોરી ગીત જાેઈતું હતું.

આવી સ્થિતિમાં હરિપ્રસાદે કહ્યું, અમિતાભ બચ્ચન અલ્હાબાદના છે, અને આ ગીત તેમની પાસે ગવડાવી લઈએ. હરિવંશરાય એ સમયે બોમ્બેમાં હતા. જાે કે તેમને ગીત લખવા માટે વિનંતી કરાઈ ત્યારે તેમણે એક કલાકમાં જ ગીત લખ્યું..બિગ બી (અમિતાભ બચ્ચન) એ ગીત માટે ઘણા કલાકો સુધી રિહર્સલ કર્યું હતું. જાે કે ‘યે કહાં આ ગયે હમ’ ગીત વિશે વાત કરતા શિવકુમાર શર્માએ કહ્યું હતું કે યશ ચોપરા ઈચ્છે છે કે તેઓ આ ગીતની શરૂઆત કવિતાથી કરે.

આ રીતે દિવંગત સંગીતકારે અમિતાભ બચ્ચનને ગાવા માટે તૈયાર કર્યા અને આ તમામ ગીતો દર્શકોને ખૂબ જ પસંદ આવ્યા. વર્ષો પછી પણ દર્શકો અમિતાભે ગાયેલા આ ગીતો સાંભળવાનું પસંદ કરે છે.c

Share This Article