વૃંદાવન પાર્ટી પ્લોટખાતે પતંગ મહોત્સવનું આયોજન કરાયું

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

અમદાવાદઃ અગ્રણી ધિરાણકર્તા પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ દ્વારા આજે પોતાના કર્મચારીઓ, ગ્રાહકો ને અન્ય સહભાગીઓ માટે પતંગ મહોત્સવનું રંગારંગ આયોજન કરવામાં આવ્યું હતું. આ પતંગ મહોત્સવનું આયોજન શહેરના બોડકદેવ વિસ્તારમાં વૃંદાવન પાર્ટી પ્લોટ ખાતે કરાયું હતું.

ઉતરાયણ આનંદ, ઉલ્લાસ અને મોજ માણવાનો પર્વ છે. આ પર્વનો આનંદ બેવડાવા માટે પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ કંપનીએ પણ પોતાના કસ્ટમર્સ માટે ખાસ પતંગ મહોત્સવનું આયોજન કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં કંપનીના કર્મચારીઓ, ગ્રાહકોએ ભાગ લીધો હતો અને પતંગના પેચ લડાવીને પતંગ કાપવાની મજામાણી હતી. ઉલ્લેખનીય છે કે સમગ્ર વિશ્વમાં ગુજરાતનો ઉત્તરાયણનો પતંગ મહોત્સવ બહુ જ પ્રસિદ્ધ છે.

Share This Article